For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને ચિઠ્ઠી લખનાર 49 હસ્તીઓને રાહત, રાજદ્રોહ મામલાનો કોસ ખોટો ઠર્યો

મોદીને ચિઠ્ઠી લખનાર 49 હસ્તીઓને રાહત, રાજદ્રોહ મામલાનો કોસ ખોટો ઠર્યો

|
Google Oneindia Gujarati News

પટનાઃ દેશમાં વધતી મોબ લિંચિંગની ઘટનાઓને લઈ પીએમ મોદીને પત્ર લખનાર 49 હસ્તીઓ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ખતમ કરી દેવામાં આવ્યો છે. બિહાર પોલીસે રામચંદ્ર ગુહા, મણિરત્ન સહિત 49 હસ્તિઓ પર નોંધાયેલ કેસ રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. બિહારના મુઝફ્ફરપુરના એસએસપીએ બુધવારે આ પ્રતિષ્ઠિત લોકો વિરુદ્ધ નોંધાયેલ કેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

modi

બિહાર પોલીસ મુખ્યાલયના આદેશ પર સુપરવીઝનમાં મુઝફ્ફરપુરના એસએસપી મનોજકુશવાહાએ મામલાને સંપૂર્ણ રીતે તથ્યહીન, આધારહીન, સાક્ષ્યવિહીન અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો. બિહાર પોલીસના એડીજી મુખ્યાલય જિતેન્દ્ર કુમારે જણાવ્યું કે એસએસપીના રિપોર્ટના આધારે મામલાના ફરિયાદકર્તા સુધીર ઓઝા વિરુદ્ધ આઈપીસીની કલમ 182/211 અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

એસએસપી મનોજ કુમારે કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે તમામ 49 લોકો વિરુદ્ધ જે આરોપો લગાવવામાં આવ્યા તે નિરાધાર છે. કોર્ટમાં પોલીસ અરજદાર સુધીર ઓઝા વિરુદ્ધ આઈપીસીની કલમ 182 અને 211 અંતર્ગત કેસ ચલાવવાની અપીલ કરશે કેમ કે તેમણે સસ્તી લોકપ્રિયતા હાંસલ કરવા માટે આ બધા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધી હતી.

જણાવી દઈએ કે ભારતીય દંડ સંહિતાની કેટલીય કલમો અંતર્ગત ત્રણ ઓક્ટોબરે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફિલ્મ નિર્માતા મણિરત્નમ, અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ, અભિનેતા સૌમિત્ર ચેટરજી અને ગાયક શુભા મુદ્રલ સહિત 49 હસ્તીઓ પર દેશદ્રોહનો આરોપ લગાવ્યો હતો. આ લોકો વિરુદ્ધ એફઆઈઆર કરનાર વકીલ સુધીર ઓઝા 23 વર્ષના પોતાના કરિયરમાં તેમણે 745 જનહિત અરજીઓ દાખલ કરી. તેઓ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનથી લઈ પૂર્વ પીએમ મનમોહન સિંહ સુધીના લોકો પર કેસ કરી ચૂક્યા છે.

સમય પર એમ્બ્યુલન્સ ન પહોંચતા ગુજરાતના CM વિજય રુપાણીના પિતરાઈ ભાઈનુ મોતસમય પર એમ્બ્યુલન્સ ન પહોંચતા ગુજરાતના CM વિજય રુપાણીના પિતરાઈ ભાઈનુ મોત

English summary
Relief to 49 people who wrote letter to Modi, complaint of treason case found false
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X