For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ધાર્મિક અને રાજકીય ઘટનાક્રમ જવાબદારઃ WHO

વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર માટે ધાર્મિક અને રાજકીય ઘટનાક્રમને જવાબદાર ગણાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ વિશ્વ આરોગ્ય સંગઠન(ડબ્લ્યુએચઓ)એ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર માટે ધાર્મિક અને રાજકીય ઘટનાક્રમને જવાબદાર ગણાવ્યો છે. ડબ્લ્યુએચઓએ કહ્યુ છે કે ભારતમાં કોવિડ-19ની સ્થિતિના જોખમના નિરીક્ષણમાં જોવા મળ્યુ છે કે દેશમાં કોરોના ટ્રાન્સમિશન માટે ઘણા સંભવિત કારણો છે જેમાં મુખ્ય રીતે ધાર્મિક અને રાજકીય ઘટનાક્રમ શામેલ છે જેમાં કોવિડ નિયમોનુ પાલન કરવામાં આવ્યુ નથી. તમને જણાવી દઈએ કે કોરોનાની બીજી લહેરથી થોડા દિવસો પહેલા દેશના 5 રાજ્યોમાં થયેલ વિધાનસભા ચૂંટણીમાં બધી રાજકીય પાર્ટીઓએ ઘણી રેલીઓ અને જનસભાઓ કરી હતી. વળી, હરિદ્વારમાં કુંભ મેળા 2021માં પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાંથી કોવિડ-19 નિયમોની અનદેખીના કેસ સામે આવ્યા હતા.

kumbh 2021

વિશ્વ આરોગ્ય સંગઠને બુધવારે(12 મે) પ્રકાશિત પોતાના કોવિડ-19 વીકલી એપિડેમિયોલૉજિકલ અપડેટમાં કહ્યુ કે ભારતમાં ઓળખાયેલો કોરોના વાયરસનો B.1.617નો વેરીઅન્ટ પહેલી વાર ભારતમાં ઓક્ટોબર 2020માં સામે આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં કોરોનાના કેસ અને વધતા મોતની સંખ્યા પાછળ B.1.617 અને B.1.1.7 જેવા વેરીઅન્ટ જવાબદાર છે પરંતુ સરકારે ખબર પડ્યા બાદ પણ આ વેરીઅન્ટને રોકવા માટે કોઈ જરૂરી કાર્યવાહી કરી નહિ.

Weather: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ, અહીં ઓરેન્જ એલર્ટWeather: દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં વરસાદ, અહીં ઓરેન્જ એલર્ટ

English summary
Religious and Political events behind the coronavirus spike in India: Who
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X