For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

35A અને 370 હટાવવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, અમે હિન્દુસ્તાની પણ..

35A અને 370 હટાવવા પર બોલ્યા ફારુક અબ્દુલ્લા, અમે હિન્દુસ્તાની પણ..

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફ્રેન્સ સાંસદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કેન્દ્ર સરકાર આર્ટિકલ 370 અને 35એ ન હટાવે. અબ્દુલ્લાએ કહ્યું કે આ જમ્મુ અને કાશ્મીરના પાયાની જેમ છે, આ હટાવવા ઠીક નહિ રહે. હાલમાં જ જમ્મુ અને કાશ્મીરમાં સશસ્ત્ર બળના દસ હજાર વધુ સૈનિકોને મોકલવામાં આવ્યા બાદ અનુચ્છેદ 35એ અને 370 હટાવવાને લઈ અટકળો લગાવાઈ રહી છે. ભાજપ સતત આ આર્ટિકલ ખતમ કરવાની વાત કરી રહ્યું છે.

farooq abdullah

આ બધાની વચ્ચે સોમવારે ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, અમારા હિન્દુસ્તાની હોવા પર શક ન કરો. અમે પણ હિન્દુસ્તાની છીએ પરંતુ આ આર્ટિકલ અમારા માટે ખાસ છે. આની અમને જરૂરત છે અને તેને ખતમ કરવા ઠીક નહિ હોય. જણાવી દઈએ કે 370 અને 35એ જમ્મુ અને કાશ્મીરને ભારતના બીજા રાજ્યોના મુકાબલે ખાસ તાકાત આપે છે.

એક દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ, પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ પણ સરકારને 35એની સાથે કંઈપણ પ્રકારની છેડતી ન કરવાની વાત કહી ચૂક્યા છે. મુફ્તીએ કહ્યું કે, 35એ હટાવવી બોમ્બને હાથ લગાવવા બરાબર હશે. જે હાથ 35એને ખતમ કરવા માટે ઉઠશે તે હાથ જ નહિ આખું શરીર સળગીને ખાખ થઈ જશે.

હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની કાશ્મીરની યાત્રા બાદ સશસ્ત્ર બળને દસ હજાર જવાનોને ત્યાં મોકલ્યા બાદથી અનુચ્છેદ 35એના ભવિષ્યને લઈ અટકળો લગાવવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરના નેતાઓની પ્રતિક્રિયાથી લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકાર 35એને હટાવી શકે છે. ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં આ વાયદો કર્યો છે.

બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કર્યો, ધ્વનિમતથી જીત્યો વિશ્વાસમતબીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં બહુમત સાબિત કર્યો, ધ્વનિમતથી જીત્યો વિશ્વાસમત

English summary
removing 35A and 370 is not a good idea says farooq abdullah
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X