પૉપ સિંગર રેમો પણ પકડ્યું 'આપ'નું ઝાડું

Posted By:
Subscribe to Oneindia News

પણજી, 29 ડિસેમ્બર: કોંગ્રેસની યુવા નેતા અલકા લાંબા બાદ હવે કોંગ્રેસ નેતા અનિલ શાસ્ત્રીના પુત્ર અને દેશના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના પૌત્ર આદર્શ શાસ્ત્રી 'આપ' સાથે જોડાઇ ગયા છે. હવે ગાયક રેમો ફર્નાડિસ પણ 'આપ' સાથે જોડાઇ ગયા છે. ભારતના જાણીતા ગાયક સિંગર રેમો ફર્નાડિસ હવે આપનો પ્રચાર કરશે. તેમને પોતાના ફેસબુક પેજ માધ્યમથી આ જાહેરાત કરી છે. રેમો ફર્નાડિસે ફેસબુક જે ફોટો પોસ્ટ કરી છે. તેમાં તે સફેદ ટોપી, ડાબા હાથમાં એક રસીદ અને જમણા હાથમાં ઝાડુ લઇને ઉભા છે.

remo

તેમને ફેસબુક પર લખ્યું છે કે મારા માટે ગઇકાલે ઐતિહાસિક દિવસ હતો. પોતાના જીવનમાં પહેલી વાર હું રાજકીય પાર્ટીમાં જોડાયો છું, કારણ કે મારા જીવનમાં મેં પહેલી વાર રાજકીય પક્ષ પર વિશ્વાસ કર્યો છે અને તે આમ આદમી પાર્ટી છે.

રેમો ફર્નાડિસ આગળ લખે છે કે આ પહેલાં તમે વિચારો કે તેનો અર્થ શું છે તો તમને જણાવી દઉ કે હું 10 રૂપિયાની ફી ભરીને પાર્ટીનો કાર્યકર્તા બન્યો છું.

English summary
Renowned folk and pop singer Remo Fernandes has joined Aam aadmi Party (AAP) in Goa.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.