For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day 2023: રાહુલ ગાંધીએ આપી ગણતંત્ર દિવસની શુભકામના, કહ્યુ - માત્ર તિરંગાને સેલ્યુટ કરવુ પૂરતુ નથી

દેશના 74માં ગણતંત્ર દિવસ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દેશવાસીઓને શુભકામના પાઠવી. એક વીડિયો શેર કરીને આ વાત કહી.

|
Google Oneindia Gujarati News

Republic Day 2023: લોકસભાના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગણતંત્ર દિવસના પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ સાથે એક વીડિયો શેર કરીને લખ્યુ કે, 'એકતા, સદ્ભાવના, સમાનતા અને સંપ્રભુતા, આપણા બંધારણના આધાર સ્તંભ અને આપણા ગણતંત્રની આત્મા છે.' તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે તે તેમની ભારત જોડો યાત્રાનો છે.

rahul gandhi

વીડિયોમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે આ ત્રિરંગો ભારતમાં રહેતા દરેક વ્યક્તિના ધર્મને દર્શાવે છે. આ ધ્વજ આપણા દેશના દરેક રાજ્યનુ પ્રતિનિધિત્વ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે સૌથી મહત્વની વાત, બંધારણની વાત છે, માત્ર ધ્વજને સલામી કરવી પૂરતુ નથી પરંતુ ધ્વજની પાછળના વિચાર અને મૂલ્યોનુ રક્ષણ કરવુ જરૂરી છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે ભારતના લોકોને એક કરીએ અને ખાતરી કરીએ કે ભારતને મજબૂત બનાવવાનો છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી કોંગ્રેસની ભારત જોડો યાત્રા કન્યાકુમારી થઈને જમ્મુ-કાશ્મીર પહોંચી છે. આ યાત્રાએ 3000 કિલોમીટરથી વધુનુ અંતર કાપ્યુ છે. બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને સંબોધતા કહ્યુ કે, 74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ હું દેશ-વિદેશમાં વસતા તમામ ભારતવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન આપુ છુ. જ્યારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણે એક રાષ્ટ્ર તરીકે સાથે મળીને જે પ્રાપ્ત કર્યુ છે તેની ઉજવણી કરીએ છીએ.

ગણતંત્ર દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લખ્યુ, ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ. આ વખતે આ પ્રસંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે આપણે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેની ઉજવણી કરી રહ્યા છીએ. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવા માટે આપણે એકજૂટ થઈને આગળ વધીએ, એ જ કામના છે.

English summary
Republic Day 2023: Rahul Gandhi wishes nation on republic day appeals to unite for India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X