For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્ટાર્કટિકામાં પહેલીવાર રેકોર્ડ થયો વહેલનો અવાજ

|
Google Oneindia Gujarati News

blue-whale
સિડની, 29 માર્ચઃ એન્ટાર્કટિકામાં પહેલીવાર વહેલનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો. વૈજ્ઞાનિકોએ વહેલના અવાજોની ઓળખ માટે નવી ટેક્નોલોજી શોધી કાઢી છે અને એક અધ્યયનમાં બ્લ્યુ વહેલ માછલીઓનો 26545 પ્રકારના અવાજો રેકોર્ડ કરવાનો દાવો કર્યો છે. વિશ્વભરના જળજીવોનું અધ્યયન કરવા માટે શરૂ કરવામાં આવેલી અંટાર્કટિકા બ્લ્યુ વહેલ પ્રોજેક્ટ હેઠળ જર્મની, નોર્વે, અમેરિકા, બ્રાઝીલ, ફ્રાન્સ, સાઉથ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ દેશના શોધાર્થિઓએ મળીને અધ્યયન કર્યો છે.

એન્જીનિયર અને પર્યવેક્ષકોની જેમ વહેલનું વર્ગીકરણ અને ધ્વનિના વિષયમાં જાણકારી રાખનારા 18 વિશેષજ્ઞોએ સમુદ્રની અંદર ધ્વનિ રેકોર્ડિંગ ઉપકરણ લગાવવા અને વહેલની સંખ્યા જાણવાના ઉદ્દેશ્યથી જાન્યુઆરીમાં રશિયન સમુદ્રમાં સાત અઠવાડિયાની યાત્રી પણ કરી હતી.

ઓસ્ટ્રેલિયન એન્ટાર્કટિકા ડિવીઝનની સાથે આ અધ્યયનના પ્રમુખ શ્રવણ વિજ્ઞાની બ્રિઅન મિલર અનુસાર વિશાળ જળજીવો દ્વારા કાઢવામાં આવેલા 26545 અવાજો સહિત 626 કલાકોના અવાજોને વાસ્તવિક સમયમાં પંજીકૃત કરવામાં આવ્યા.

મિલરે કહ્યું કે પાણીમાં સેકડો કિલોમીટર નીચે રહેતી બ્લ્યુ વહેલ એક ઘણી જાડો અને ગુંજતો અવાજ કાઢે છે. ધ ઇન્ટરનેશનલ વ્હેલ કમીશનની ગણના અનુસાર વર્ષ 2000માં દક્ષિણ ગોળાર્ધમાં બ્લ્યુ વહેલની વસ્તી 400થી 1400 વચ્ચે હતી. બ્લ્યુ વહેલ પૃથ્વીનું સૌથી લાંબુ જળજીવ છે. તે 31 મીટર લાંબુ અને 170000 કેજીથી વધારે વજન ધરાવે છે.

English summary
An Australian led group of scientists has for the first time tracked down and tagged Antarctic blue whales by using acoustic technology to follow their songs, the government said Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X