For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દો

દિલ્હી હિંસાને લઈ મોદી સરકાર પર ભડક્યા રજનીકાંત, બોલ્યા- સંભાળી ના શકો તો રાજીનામું આપી દો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલ હિંસાને લઈ હવે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. સુપરસ્ટાર રજનીકાંતે દિલ્હીમાં સાંપ્રદાયિક હિંસાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. રજનીકાંતે હિંસા રોકવામાં અમિત શાહને નાકામ ગણાવ્યા. દિલ્હીમાં થયેલ હિંસાને તેમણે ઈન્ટેલીજેન્સની નાકામીને જવાબદાર ઠેરવી હતી. રજનીકાંત એટલેથી જ અટક્યા નહિ અને તેમણે કહ્યું કે જો દિલ્હીને સંભાળી ના શકો તો રાજીનામું આપી દો.

હિંસા પર બોલ્યા રજનીકાંત

હિંસા પર બોલ્યા રજનીકાંત

રજનીકાંતે કહ્યું કે આ હિંસા કેન્દ્ર સરકારના ગુપ્તચર વિભાગની નિષ્ફળતા છે. હું કેન્દ્ર સરકારની આકરી નિંદા કરું છું. રજનીકાંતે મોદી સરકાર પર હુમલો બોલતા કહ્યું કે જો હિંસાની સ્થિતિ સંભાળી નથી શકતા તો સત્તા પર જે બેઠા છે તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ ઈન્ટેલિજેન્સની નાકામી છે. માટે ગૃહમંત્રી પણ નાકામ થયા છે. પ્રદર્શન શાંતિપૂર્ણ થઈ શકે છે, પરંતુ હિંસા ના થવી જોઈએ. જો હિંસા થાય છે તો તેની સામે કઠોરતાથી નિપટવું જોઈએ.

ભાજપ પર ભડક્યા

ભાજપ પર ભડક્યા

રજનીકાંતે કહ્યું કે અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ સમયે ઈન્ટેલિજેન્સે વધુ સતર્ક રહેવું જોઈતું હતું. તેમણે પોતાનું કામ સરખી રીતે નથી કર્યું. હિંસાને સખ્તાઈથી ખતમ કરી દેવી જોઈએ. અમે ઉમ્મીદ કરીએ છીએ કે આગથી તેઓ વધુ સતર્ક રહેશે. ઈન્ટેલિજેન્સ ફેલ થવાનો મતલબ કે ગૃહ મંત્રાલય ફેલ થયું છે. જો તેઓ સખ્તાઈથી નિપટી ના શકે તો તેમણે રાજીનામું આપીને ચાલ્યું જવું જોઈએ. હવે બહુ વધુ થઈ રહ્યું છે.

અત્યાર સુધી 27 લોકોના મોત

અત્યાર સુધી 27 લોકોના મોત

રજનીકાંતે એમ પણ કહ્યું કે વિરોધ પ્રદર્શન હિંસક ના હોવા જોઈએ અને તેમણે પોતાના એ જૂના નિવેદનને પણ યાદ કર્યું, જેમાં તેમણે કહ્યું હતું કે જો સીએએ મુસ્લિમોને પ્રભાવિત કરે છે તો તે મુસ્લિમ સાથે ઉભા છે. અભિનેતાએ મીડિયાના એક તબકા દ્વારા તેમના સંબંધ ભાજપ સાથે જોડવાને લઈ દુખ વ્યક્ત કર્યું. જણાવી દઈએ કે પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં થયેલ હિંસામાં અત્યાર સુધી 27 લોકોના મોત થયાં છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે.

દિલ્હી હિંસા: હિંસામાં મૃત્યું પામેલ કોસ્ટેબલ રતનલાલને મળ્યો શહીદનો દરજ્જોદિલ્હી હિંસા: હિંસામાં મૃત્યું પામેલ કોસ્ટેબલ રતનલાલને મળ્યો શહીદનો દરજ્જો

English summary
resign if you can't handle delhi says rajnikath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X