રાજીનામું નામંજૂર, શરદ પવાર 2024 સુધી NCPના અધ્યક્ષ રહેશે
NCP president : મહારાષ્ટ્રના રાજકારણમાં વર્તમાન સમયમાં ઉથલપાથલ ચાલી રહી છે. આ વચ્ચે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના દિગ્ગજ નેતા શરદ પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ તરીકે કર્યરત રહેશે.
ઉલ્લેખનીય છે કે, NCPના પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતું, જે નામંજૂર કરવામાં આવ્યું છે.

NCP કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, શરદ પવાર 2024 સુધી અધ્યક્ષપદે બની રહેશે. એનસીપીના પ્રમુખ પદને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે NCP સમિતિએ સર્વાનુમતે શરદ પવારનું રાજીનામું ફગાવી દીધું હતું. શરદ પવારને પ્રમુખ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
હવે સમિતિના નેતા આ નિર્ણય અંગે શરદ પવારને જાણ કરશે. NCP થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. હાલમાં પવારના સમર્થકો કાર્યાલયની બહાર તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, NCP અધ્યક્ષ પદ પરથી શરદ પવારના રાજીનામાની જાહેરાત બાદથી પાર્ટી કાર્યકર્તાઓ સતત તેમની પાસે આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. જે વચ્ચે શરદ પવાર ગુરુવારના રોજ આંદોલનકારી કાર્યકરો વચ્ચે વાત કરવા પહોંચ્યા હતા.
આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું તમારા બધાની ઈચ્છાને અવગણીશ નહીં અને તે મુજબ નિર્ણય લઈશ. રાજીનામું આપ્યા બાદ શરદ પવારનો સૂર બદલાયો હોય તેવું લાગી રહ્યું હતું.
શરદ પવારના સમર્થકો ગુરુવારના રોજ YB સેન્ટરની સીડીઓ પર આંદોલન કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને શરદ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાલુ રાખવાની માંગ કરી રહ્યા હતા.
હવે આવતા વર્ષે 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી બરાબર 6 મહિના બાદ યોજાવાની છે. આવી સ્થિતિમાં તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવવા યોગ્ય પગલું નહીં ગણાય.
એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, પાર્ટીના ભવિષ્ય માટે તે યોગ્ય નથી. જો તે પોતાના નિર્ણય પર અડગ રહેશે, તો ઘણા લોકો પાર્ટી છોડી શકે છે. આ સાથે પાર્ટીમાં ભંગાણ થવાની શક્યતા છે.












Click it and Unblock the Notifications
