For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિલમાં કર્યો યુપીએના સ્કેમનો ઉલ્લેખ, કોંગીઓએ કરાવી રેસ્ટોરન્ટ બંધ!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 23 જુલાઇ: મુંબઇના પરેલ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ માલિકને પોતાના બિલમાં યુપીએ સરકારના કૌભાંડોનો ઉલ્લેખ કરવો ભારે પડી ગયો. આ બિલ પર યુપીએ સરકારના સ્કેમ અંગે જોતા કોંગ્રેસી કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધું. ત્યારબાદ કોંગ્રેસી મામલો નોંધાવવા પોલીસ સ્ટેશનમાં પણ ગયા. જોકે બાદમાં બિલ હટાવી લેવાતા ફરીથી રેસ્ટોરન્ટ ખોલાવી દેવામાં આવ્યું.

પરેલમાં કેઇએમ હોસ્પિટલની સામે આવેલ અદિતિ પ્યોર વેજ નામની આ રેસ્ટોરન્ટ ખૂબ જ ફેમશ છે. આ રેસ્ટોરન્ટમાં ખાધાપીધા બાદ આપવામાં આવતા બિલ પર યુપીએ સરકારના કૌભાંડો, 2જી સ્કેમ, કોલસા કૌભાંડ, અને સીડબ્લ્યુજી સ્કેમનો ઉલ્લેખ હતો. આનાથી જ રોષે ભરાયેલા યૂથ કોંગ્રેસના લગભગ 30-35 કાર્યકર્તાઓએ રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધું.

bill
કાર્યકર્તાઓએના નેતૃત્વમાં યુથ કોંગ્રેસે જિલ્લા અધ્યક્ષ ગણેશ યાદવ અને વિધાયક કાલિદાસ કોલાંબકર કરી રહ્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતનું કહેવું છે કે આ રેસ્ટોરન્ટવાળાએ એક પાર્ટીની સામે વાંધાજનક વાતો લખી હતી. અમે જોઇને અમારો વિરોધ નોંધાવ્યો છે. તેમાં ખોટું શું છે? કોઇ ગુંડાગર્દી નથી થઇ.

મોદીએ કર્યું ટ્વિટ:
આ બાજું કોંગ્રેસ કાર્યકર્તાઓની આ હરકત પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સવાલ ઉઠાવ્યો છે. મોદીએ પોતાના ટ્વિટર પર લખ્યું છે કે 'આ અસહનસિલતાની ઉંચાઇ છે.'

English summary
restaurant owner print UPA's scams in bill, and congress leader force to close his restaurant.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X