નફરતની રાજનીતિને પસંદ નથી કરતા લોકો, દિલ્લીના MCD પરિણામો પછી બોલ્યા ભગવંત માન

આમ આદમી પાર્ટીનુ સારુ પરિણામ આવતા પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને મોટુ નિવેદન આપ્યુ છે.

MCD Election Results 2022: દિલ્લી નગર નિગમની ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગઈ છે. પરિણામો પણ આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 113 સીટો જીતી લીધી છે. જ્યારે ભાજપે 95 સીટો પોતાના નામે કરી છે. વળી, કોંગ્રેસે માત્ર 6 સીટો પર જીત મેળવી છે. આમ આદમી પાર્ટીનુ સારુ પરિણામ આવતા પંજાબના સીએમ અને આપ નેતા ભગવંત માને મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ કે, 'આનાથી ખબર પડે છે કે દિલ્લીના લોકો નફરતની રાજનીતિ પસંદ નથી કરતા.'

cm mann

પંજાબના મુખ્યમંત્રી અને આપ નેતા ભગવંત સિંહ માને બુધવારે (07 ડિસેમ્બર) સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરી હતી. વાતચીતમાં ભગવંત માને કહ્યુ, 'અમે દિલ્લી એમસીડીમાં શાનદાર જીત નોંધાવવા જઈ રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલે દિલ્લીમાંથી કોંગ્રેસની 15 વર્ષની સત્તાને ઉખાડી નાખી હતી. હવે 15 વર્ષ જૂની MCDની ભાજપની સત્તાને પણ ઉખાડી દીધી છે. લોકોને નફરતની રાજનીતિ પસંદ નથી. તેઓ શિક્ષણ, વીજળી, સ્વચ્છતા માટે મત આપે છે. હવે દિલ્લી સાફ થશે.

આપ નેતા અને સાંસદ સંજય સિંહે કહ્યુ, 'MCD ચૂંટણીમાં કહ્યુ કે કાંટાની ટક્કર દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી ગઈ વખતની સરખામણીમાં 70થી 80 સીટો ગુમાવી રહી છે. તેમનો 15 વર્ષનો કિલ્લો તૂટી રહ્યો છે. સંજય સિંહે કહ્યુ કે ભાજપ હંમેશા કહેતી રહે છે કે કોંગ્રેસને હરાવ્યા અમને નથી હરાવ્યા. આજે તેમનો 15 વર્ષનો કિલ્લો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે ધ્વસ્ત કરી દીધો છે. સંજય સિંહે કહ્યુ કે આ ભાજપ માટે ખૂબ જ ખરાબ હાર છે અને આપની મોટી જીત છે.

આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યુ કે દિલ્લી એમસીડીના મેયર આમ આદમી પાર્ટી (AAP)ના હશે. દિલ્લીના લોકોએ આપને એમસીડીમાં લાવવાનો નિર્ણય લીધો હતો જેથી દિલ્હી સ્વચ્છ અને સુંદર બને. અરવિંદ કેજરીવાલે દિલ્લીની જનતાએ આપેલી જવાબદારી નિભાવી. આ દરમિયાન તેમણે કહ્યુ કે ભાજપે દિલ્લીને કચરાથી ઢાંકી દીધી છે, તેને સાફ કરવામાં આવશે. દુનિયાની સૌથી નાની પાર્ટીએ દિલ્લીની ચૂંટણીમાં દુનિયાની સૌથી મોટી પાર્ટીને હાર આપી છે. આમ આદમી પાર્ટીના મેયર બનવાના છે. તમને જણાવી દઈએ કે દિલ્લી એમસીડી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પરિણામો બાદ પાર્ટીના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકરો પાર્ટી કાર્યાલયની બહાર ઉજવણી કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X