Telangana New CM: તેલંગાણાના CM તરીકે રેવંત રેડ્ડી લેશે શપથ, 3 રાજ્યોમાં ક્યારે?
Telangana New CM: આજે ભારતીય જનતા પાર્ટીની ઘણી મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. તાજેતરમાં યોજાયેલા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં જંગીજીત નોંધાવી છે, પૂર્ણ બહુમતી મેળવી છે.
આવી સ્થિતિમાં માનવામાં આવી રહ્યું છે કે, આ ત્રણેય રાજ્યોના આગામી મુખ્યમંત્રીના નામ માટે આ બેઠક યોજાવા જઈ રહી છે. આજે યોજાનારી આ બેઠકમાં ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના આગામી મુખ્યમંત્રી કોણ હશે, તે નક્કી થઈ શકે છે.

આગામી લોકસભા ચૂંટણી પહેલા આ ત્રણ રાજ્યો એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, આ ત્રણ રાજ્યોમાં કુલ 65 લોકસભા સીટો છે, આથી આ રાજ્યોમાં જીત લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને પ્રાણ પૂરશે. અત્રે નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીની તારીખો આવતા વર્ષની શરૂઆતમાં જાહેર થઈ શકે છે.
કોંગ્રેસને ત્રણ મહત્વપૂર્ણ રાજ્યોમાં હારનો સામનો કરવો પડ્યો છે, જેમાંથી રાજસ્થાન અને છત્તીસગઢમાં પાર્ટી સત્તામાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેલંગાણાએ ચોક્કસપણે કોંગ્રેસ માટે રાહતનો શ્વાસ લીધો છે.
કોંગ્રેસ પાર્ટીએ અહીં પહેલીવાર બહુમતી મેળવી છે, અને રાજ્યમાં આગામી સરકાર બનાવવા જઈ રહી છે. રેવંત રેડ્ડીને રાજ્યના આગામી મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રેવંત રેડ્ડીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. રેવંત રેડ્ડી આજે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
રાહુલ-પ્રિયંકા હાજરી આપી શકે છે - સૂત્રોનું માનીએ તો રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજરી આપી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રેવંત રેડ્ડીના નામને મંજૂરી આપી હતી. જે બાદ રેવંત રેડ્ડીએ દિલ્હીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ પ્રિયંકા ગાંધીને મળવા પણ પહોંચ્યા હતા.
આજે સંસદ સત્રમાં - સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે આજે દેશની આર્થિક સ્થિતિ પર ચર્ચા ચાલુ રહેશે. TMC ના સાંસદ ડેરેક ઓ'બ્રાયને 5 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આ સાથે અમિત શાહ રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત ત્રણેય બિલ રજૂ કરશે.












Click it and Unblock the Notifications
