રેવાડી ગેંગરેપના બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી
હરિયાણાના રેવાડી ગેંગરેપ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ મામલે પોલીસે બંને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.
હરિયાણાના રેવાડી ગેંગરેપ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ મામલે પોલીસે બંને મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. હરિયાણા પોલીસે બંને આરોપી પંકજ અને મનીષની ધરપકડ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પોલીસ ઘ્વારા આ મામલે બેદરકારી દાખવવાની ખબર પણ આવી હતી. ત્યારપછી આરોપીઓની ધરપકડ અંગે પોલીસની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલ થવા લાગ્યા હતા. પીડિતાની માતા ઘ્વારા પર પોલીસ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા અને સરકાર ઘ્વારા આપવામાં આવેલી મદદ પણ લેવાથી તેમને ઇન્કાર કરી દીધી હતી.

પીડિતાની માતા ઘ્વારા આ મામલે પ્રશાશનને ધેરતા જણાવ્યું હતું કે પોલીસની બેદરકારીને કારણે આરોપીઓ તેમની પકડથી દૂર છે. એટલું જ નહીં પરંતુ સરકાર ઘ્વારા પીડિત પરિવારને પૈસાની મદદ કરવામાં આવી હતી તેને પણ પીડિતાની માતા ઘ્વારા પાછી મોકલાવી દીધી અને તેમને કહ્યું કે અમને કોઈ મદદ નથી જોઈતી પરંતુ તેઓ આરોપીને જલ્દી પકડે અને તેમને સખત સજા કરે. ત્યારપછી પોલીસ પર પણ સતત દબાવ હતો કે તેઓ આરોપીઓને જલ્દી પકડે.
પોલીસ ઘ્વારા આ મામલે ત્રણ આરોપીઓના ફોટો જાહેર કરવામાં આવ્યા હતા. જેનું નામ પંકજ, નીશું અને મનીષ હતું. પોલીસ ઘ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે જે પણ આરોપીઓને પકડવા માટે મદદ કરશે તેમને એક લાખ રૂપિયા ઈમાન તરીકે આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે આરોપીઓમાંથી એક પંકજ સેનાનો જવાન પણ છે, જેની રાજસ્થાનમાં પોસ્ટિંગ છે. આખા મામલે તપાસ કરી રહેલી એસઆઈટી ઇન્ચાર્જ નાઝનીન ભસીન ઘ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપીઓ વિશે માહિતી આપવા માટે અપીલ કરી તેની સાથે સાથે ઇનામ આપવા માટે પણ ઘોષણા કરી. તેમને જણાવ્યું કે પીડિત પરિવારને પણ સુરક્ષા આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
