Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ISC પરીક્ષામાં ચોથુ સ્થાન મેળવનાર ઋચા સિંહ એક દિવસ માટે બની DCP

ISC પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તર પર ચોથુ સ્થાન મેળવનાર ઋચા સિંહને તેમની આ ઉપલબ્ધિ માટે એક દિવસ માટે કોલકત્તા પોલિસે ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવી.

ISC પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તર પર ચોથુ સ્થાન મેળવનાર ઋચા સિંહને તેમની આ ઉપલબ્ધિ માટે એક દિવસ માટે કોલકત્તા પોલિસે ડેપ્યુટી કમિશ્નર બનાવવામાં આવી. જી ડી બિડલા સેન્ટર ફૉર એજ્યુકેશનની છાત્રા ઋચા જેમણે મંગળવારે ઘોષિત કરાયેલ પ્લસ ટુ પરીક્ષાના પરિણામોમાં 99.25 ગુણ મેળવ્યા છે. ત્યારબાદ તેને આગલી સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી શહેર પોલિસ નાયબ કમિશ્નર (દક્ષિણ પૂર્વ ડિવિઝન)ની જવાબદારી આપવામાં આવી હતી.

kolkatta police

તમને જણાવી દઈએ કે ઋચા ગરિયાહાટ પોલિસ સ્ટેશનના અધિક ચાર્જ અધિકારી રાજેશ સિંહની દીકરી છે. ડેપ્યુટી કમિશ્રનરની જવાબદારી સંભાળના ઋચાને જ્યારે પૂછવામાં આવ્યુ કે અમુક કલાકો માટે બૉસ બન્યા બાદ તેણે પોતાના પપ્પાને શું આદેશ આપ્યો તો તેણે કહ્યુ કે હું તેમને ઘરે જલ્દી પાછા આવવા માટે આદેશ આપીશ. ભવિષ્યની પોતાની યોજનાઓ પર ઋચાએ કહ્યુ કે તે ઈતિહાસ કે સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા ઈચ્છતી હતી, યુપીએસસી પરીક્ષામાં શામેલ થવાનો વિચાર પણ તેના મનમાં છે.

ઋચાનું સમ્માન ડી સી કલ્યાણ મુખર્જીએ કર્યુ. ઋચાના પિતાએ કહ્યુ કે હું જણાવી નથી શકતો કે કેટલો ખુશ છુ. તે એક દિવસ માટે મારી સુપીરિયર છે, તેણે મને ઘરે જલ્દી પાછા આવવાનો આદેશ આપ્યો છે. હું આજે તેની વાત માનીશ. તમને જણાવી દઈએ કે ઋચાને 12માંની પરીક્ષામાં 99.25 ટકા ગુણ મળ્યા છે. કોલકત્તાના દેવાંગ કુમાર અગ્રવાલ અને બેંગલુરુની વિભા સ્વામિનાથન આઈએસઈ પરીક્ષામાં 100 ટકા સ્કોર લાવનાર પહેલા છાત્ર છે. માહિતી માટે જણાવી દઈએ કે આઈએસસીની પરીક્ષા ચાર ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી અને 25 માર્ચના રોજ ખતમ થઈ હતી. જેના પરિણામ બે દિવસ પહેલા જ જાહેર કરવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X