લાલૂની ગેરહાજરીમાં રાબડી સંભાળશે RJDની કમાન
પટના, 7 ઓક્ટોબર: ચારા ગોટાળા સંબંધિત એક કેસમાં જેલ ભેગાં થયેલા આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં તેમના માર્ગદર્શનમાં પાર્ટીનું નેતૃત્વ તેમની પત્ની રાબડી દેવી કરશે.
અહીં આજે આયોજીત આરજેડી સાંસદો, ધારાસભ્યો અને પાર્ટી પદાધિકારીઓની બેઠક બાદ આરજેડીના રાષ્ટ્રીય પ્રધાન મહાસચિવ રામકૃપાલ યાદવે કહ્યું લાલૂ પ્રસાદ યાદવ અત્યારે પણ અમારા નેતા છે અને આગળ પણ રહેશે. તેમની ગેરહાજરીમાં પહેલાં પણ તેમનું માર્ગદર્શન મળતું રહ્યું છે તથા આ વખતે પણ તેમની ગેરહાજરીમાં રાબડી દેવી પાસેથી માર્ગદર્શન મળતું રહેશે અને પાર્ટીના બધા કાર્યકર્તા એકજૂટ થઇને ગામડે-ગામડે જશે.
રામકૃપાલે કહ્યું હતું કે આ પડકારના સમયે આરજેડીના બધા લોકો એકજૂટ છે તે જેડીયૂ અને ભાજપના કાવતરાનો પર્દાફાશ કરશે તથા સાંપ્રદાયિક શક્તિઓને જબરજસ્ત જવાબ આપશે.

તેમને કહ્યું હતું કે પાર્ટીના બધા નેતા તથા કાર્યકર્તા લાલૂ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના નેતૃત્વમાં આરજેડીની નિતી, સિદ્ધાંત તથા કાર્યક્રમને ગામડે-ગામડે લઇ જશે. રામકૃપાલે કહ્યું હતું કે આરજેડીને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને અમારા નેતા નિર્દોષ સાબિત થશે.
પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ઇલિયાસ હુસૈને જણાવ્યું હતું કે પાર્ટીની કમાન અત્યારે પણ લાલૂજીના હાથમાં છે અને અત્યારે પણ આરજેડીના તે જ નેતા છે તથા આગળ પણ તે જ રહેશે. તેમને કહ્યું હતું કે લાલૂ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં તેમના માર્ગદર્શનમાં આરજેડીની કમાન રાબડી દેવી સંભાળશે અને બંનેના કુશળ નેતૃત્વમાં આરજેડી આગળના કાર્યક્રમને ચાલુ રાખશે.












Click it and Unblock the Notifications
