કેદારનાથ પહોંચવાનો રોડ માર્ગ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થશે

આ અંગે માર્ગ અને પરિવહન મંત્રી ઓસ્કાર ફર્નાન્ડિઝે જણાવ્યું કે પુન:નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. આમ છતાં કેટલાક એવા વિસ્તારો છે, જ્યાં સમગ્ર માર્ગ ધોવાઇ ગયો છે. અહીં અમારે નવા માર્ગ નવેસરથી બનાવવાની જરૂર છે. તેમાં એક - બે મહિના કે તેથી વધારે સમય લાગી શકે એમ છે. આમ છતાં અમને આશા છે કે અમે સપ્ટેમ્બર સુધીમાં કેદારનાથ મંદિર સુધીનો માર્ગ તૈયાર કરવામાં સફળ થઇશું.
ઉત્તરાખંડમાં 16 અને 17 જૂને થયેલા ભારે વરસાદને કારણે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બરબાદ અને ઘાયલ થયા છે. આજે પણ એક ભેખડ ધસી પડતા 7 લોકોના મોત થયાના અહેવાલ છે.












Click it and Unblock the Notifications
