For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મની લૉન્ડ્રીંગ મામલે પૂછપરછ માટે ત્રીજી વાર ઈડી સામે હાજર થયા રૉબર્ટ વાડ્રા

વિદેશમાં સંપત્તિની ખરીદી મામલે મની લૉન્ડ્રીંગના આરોપનો સામનો કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રૉબર્ટ વાડ્રા શનિવારે ત્રીજી વાર પૂછપરછ માટે ઈડીની સામે હાજર થયા.

|
Google Oneindia Gujarati News

વિદેશમાં સંપત્તિની ખરીદી મામલે મની લૉન્ડ્રીંગના આરોપનો સામનો કરી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજાજી રૉબર્ટ વાડ્રા શનિવારે ત્રીજી વાર પૂછપરછ માટે ઈડીની સામે હાજર થયા. વાડ્રા શનિવારે સવારે 10.45 વાગે સેન્ટ્રલ દિલ્લીના જામનગર હાઉસમાં સ્થિત તપાસ એજન્સીના કાર્યાલય પહોંચ્યા. અધિકારીઓએ કહ્યુ કે આ કેસમાં તપાસ અધિકારી (IO) ને કેસ સંબંધમાં વધુ સવાલોના જવાબ આપવા માટે વાડ્રાની જરૂર છે એટલા માટે તેમને 6 અને 7 ફેબ્રઆરીએ પૂછપરછ બાદ શનિવારે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા.

સાડા પાંચ કલાક સુધી થઈ હતી પૂછપરછ

સાડા પાંચ કલાક સુધી થઈ હતી પૂછપરછ

તમને જણાવી દઈએ કે રૉબર્ટ વાડ્રા જ્યારે પહેલી વાર ઈડીની ઓફિસ પૂછપરછ માટે પહોંચ્યા તો તેમની લગભગ સાડા પાંચ કલાક સુધી પૂછપરછ થઈ જ્યારે બીજી વા લગભગ 9 કલાક સુધી પૂછપરછ ચાલી. એ જાણવુ જરૂરી છે કે ગઈ વખતે જ્યારે વાડ્રા તપાસ એજન્સી સામે હાજર થયા હતા તો તેમને એ દસ્તાવેજોનો સામનો કરવો પડ્યો હતો જે એજન્સીએ આ મામલે તપાસ રૂપે મેળવ્યા છે. બીજી તરફ સૂત્રોની માનીએ તો વાડ્રાએ પણ કેસના તપાસ અધિકારીને પોતાના તરફથી અમુક દસ્તાવેજ આપ્યા અને અમુક આગળ પણ આપવાની વાત કહી છે.

વિદેશમાં સંપત્તિ ખરીદની થઈ રહી છે તપાસ

વિદેશમાં સંપત્તિ ખરીદની થઈ રહી છે તપાસ

તમને જણાવી દઈએ કે વાડ્રા સામે ઈડીનો મામલો લંડન સ્થિત સંપત્તિની ખરીદ પર મની લૉન્ડ્રીંગના આરોપો સાથે સંબંધિત છે જે બ્રાયનસ્ટન સ્કવેરમાં 1.9 મિલિયન જીબીપી (બ્રિટિશ પાઉન્ડ) ના બરાબર છે જે કથિત રીતે તેમની માલિકીનું છે. આ સંપત્તિ અંગે વાડ્રા તપાસ એજન્સીના નિશાના પર આવ્યા અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવી ચૂક્યા છે. ઈડીએ દિલ્લીની એક અદાલતને જણાવ્યુ કે તેને લંડનમાં ઘણી નવી સંપત્તિઓ વિશે જાણકારી મળી છે કે જે વાડ્રાની છે. આમાં બે ઘર શામેલ છે, એકની કિંમત 5 મિલિયન જીબીપી અને બીજાની 4 મિલિયન જીબીપી છે. આ ઉપરાંત અન્ય છ ફ્લેટની જાણકારી મળી છે.

ઈડી સાથે દસ્તાવેજ કર્યા શેર

ઈડી સાથે દસ્તાવેજ કર્યા શેર

સૂત્રોની માનીએ તો મની લૉન્ડ્રીંગ એક્ટની કલમ 50 (અધિકારીઓના સમ્મન, દસ્તાવેજોના ઉત્પાદન અને પુરાવા આપવા વિશે અધિકાર) હેઠળ વાડ્રાના નિવેદન નોંધવામાં આવી રહ્યા છે જેવુ કે ગઈ બે વાર કરવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે વાડ્રાની પત્ની પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે હાલમાં જ ઉત્તર પ્રદેશ માટે કોંગ્રેસ મહાસચિવ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદથી વાડ્રાનો ગાળિયો કસવામાં પણ ઝડપ આવી ગઈ છે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ કરી પીએમ મોદીની મિમિક્રી, તેમની સ્ટાઈલમાં આપ્યુ ભાષણઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ કરી પીએમ મોદીની મિમિક્રી, તેમની સ્ટાઈલમાં આપ્યુ ભાષણ

English summary
Robert Vadra appears before Enforcement Directorate for third time in money laundering case probe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X