હરિયાણા લેન્ડ ડીલમાં સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાને ક્લિન ચિટ

અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર એડિશનલ ચીફ સેક્રેટરી કૃષ્ણ મોહનની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોવાળી સમિતિએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાને જમીન મામલામાં ક્લિન ચિટ આપતા જણાવ્યું કે વરિષ્ઠ આઇએએસ અધિકારી ખેમકાએ પોતાના અધિકારોથી ઉપરવટ જઇને કાર્યવાહી કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર લેન્ડ ડીલમાં કોઇ ઘોટાળો કરવામાં નથી આવ્યો. ગયા વર્ષે ઓક્ટોબરમાં હરિયાણાના શિકોપૂરમાં આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને તે વાઢેરાની કંપની અને ડીએલએફ સાથે સંબંધિત ભૂમિ સોદાની તપાસ કરી રહી હતી.












Click it and Unblock the Notifications
