આખા દેશના જમાઇ જેવા છે રોબર્ટ વાઢેરા: રામદેવ

ramdev, robert vadra
નવી દિલ્હી, 6 ઑક્ટોબર: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાની વિરૂદ્ધ ડીએલએફ સાથે સંબંધ, 65 કરોડ રૂપિયાની લોન અને છેલ્લાં ત્રણ વર્ષોમાં 50 લાખમાંથી 300 કરોડ રૂપિયાની સંપત્તિ અંગેના ખુલાસા પર યોગગુરૂ બાબા રામદેવે પ્રહાર કર્યાં છે. રામદેવે કહ્યું હતું કે બતાવવામાં આવે છે તેના કરતાં પણ વધારે રોબર્ટ વાઢેરાની સંપતિ છે. જે ગંભીર મુદ્દો છે.

રામદેવે રોબર્ટ વાઢેરા પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોઇ કેવી રીતે 50 લાખની સંપત્તિમાંથી 300 કરોડની સંપત્તિ બનાવી શકે. તેમને કહ્યું હતું કે એક વ્યક્તિ 50 લાખમાંથી 300 કરોડની સંપત્તિ દર્શાવે છે. વાસ્ત્વિક મૂલ્યાંકન કરવામાં આવે તો તે હજારો કરોડ રૂપિયાની સંપત્તિ છે. જે-જે રાજ્યોમાં કોંગ્રેસ સરકારનું શાસન છે તે-તે રાજ્યોના જમાઇ બની છે.

રામદેવે કહ્યું હતું કે હજારો કરોડો રૂપિયાનું કાળું ધન પણ લાગેલું છે. તેમની પાસે જે અજ્ઞાત સંપત્તિ છે તે ઘણી વધારે છે. સોનિયા ગાંધીને તેમના જમાઇ સૌથી ઇમાનદાર દેખાય છે અને તેમના બીજા લોકો ભષ્ટ્ર દેખાય છે. તેમના વિરૂદ્ધ સીબીઆઇ કે ઇન્કમ ટેક્ષ વિભાગ કશું જ કરશે નહી. જો તમે સોનિયા ગાંધી પાસે તેમના જમાઇ વિરૂદ્ધ કાર્યવાહીની આશા રાખશો તે બેમાની કહેવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X