રોહિત શર્મા કેપ્ટનશીપ છોડવાની તૈયારીમાં છે? જાણો શું છે હકિકત?
ઈંગ્લેન્ડ સામે ખરાબ હાર બાદ હવે કેપ્ટન રોહિત શર્મા પર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ ખરાબ હારને કારણે આલોચના થઈ રહી છે તો બીજી તરફ મેદાન પર રોહિત શર્માની આંખમાં આંસુ દેખાયા હતા.
ઈંગ્લેન્ડ સામે ખરાબ હાર બાદ હવે કેપ્ટન રોહિત શર્મા પર મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ ખરાબ હારને કારણે આલોચના થઈ રહી છે તો બીજી તરફ મેદાન પર રોહિત શર્માની આંખમાં આંસુ દેખાયા હતા. હવે સવાલ ઉઠી રહ્યા છે કે, શું રોહિત શર્મા કેપ્ટનશીપ છોડવાની તૈયારીમાં છે? સુત્રોનું માનીએ તો બહુ જલ્દી આ બાબતે મોટી જાહેરાત કરી શકે છે.

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ સારી શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયા આ વખતે ગ્રુપ સ્ટેજમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ પણ હતી, પરંતુ સેમીફાઈનલ મેચમાં તમામ રીતે ફ્લોપ રહી હતી. ટીમ ઈન્ડિયાની આ હાર બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે રોહિત શર્મા T20 ટીમની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી શકે છે.
રોહિત શર્માએ ગયા વર્ષે જ ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટમાં કપ્તાની સંભાળી હતી. તે હજુ સુધી પોતાની કેપ્ટનશિપમાં ટીમ માટે એક પણ મોટી ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી. ટી20 વર્લ્ડ કપ 2022 પહેલા ટીમ ઈન્ડિયાને એશિયા કપ 2022માં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં પણ ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી શકી ન હતી.
રોહિત શર્માએ અત્યારસુધી 2 ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે અને ભારતે આ બંને મેચ જીતી છે. તેણે 16 વનડેમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી તેણે 13માં જીત અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે. T20 ફોર્મેટની વાત કરીએ તો, કુલ 51 T20 મેચોમાંથી 39 જીતી છે અને 12માં હારનો સામનો કરવો પડ્યો છે.












Click it and Unblock the Notifications
