રોહિતના મોત મામલે પત્ની અપૂર્વાની પોલીસે ધરપકડ કરી
રોહિતના મોત મામલે પત્ની અપૂર્વાની પોલીસે ધરપકડ કરી
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ સીએમ એનડી તિવારીના દીકરા રોહિત શેખરના મૃત્યુ મામલે દિલ્હી પોલીસે તેમની પત્ની અપૂર્વાની ધરપકડ કરી લીધી છે. રોહિત શેખરના મૃત્યુ મામલે પોલીસે શરૂઆતથી જ તેમની પત્ની અપૂર્વાની ભૂમિકાને સંદિગ્ધ માની રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પાછલા કેટલાય દિવસોથી તેમની સતત પૂછપરછ કરી રહી હતી. સૂત્રોનું કહેવું છે કે પૂછતાછ દરમિયાન અપૂર્વા તપાસ ટીમ સમક્ષ સતત પોતાના નિવેદન પણ બદલી રહી હતી. રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ બાદ માનવામાં આવી રહ્યું છે કે પોલીસ બહુ જલદી રોહિત શેખરના મૃત્યુના સિક્રેટ પરથી પડદો હટાવી શકે છે.

રોહિતના ભાઈ અને નોકરાણીઓને ક્લીન ચિટ
જણાવી દઈએ કે રોહિત શેખરના મૃત્યુ મામલે પોલીસની તપાસ ટીમ તેમની પત્ની અપૂર્વા, ભાઈ સિદ્ધાર્થ, નોકર ભોલૂ, ડ્રાઈવર અખિલેશ અને બે નોકરાણીઓની પૂછપરછ કરી રહી હતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે રોહિત શેખરનું જે રાત્રે મૃત્યુ થયું ત્યારે પહેલા માળે તેમની પત્ની અપૂર્વા, ઘરનો નોકર ભોલૂ અને ડ્રાઈવર અખિલેશ હતા, જ્યારે રોહિતનો ભાઈ સિદ્ધાર્થ અને બે નોકરાણીઓ ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. જો ક સૂત્રોનું માનીએ તો પોલીસે રોહિતના ભાઈ સિદ્ધાર્થ અને બંને નોકરાણીઓને ક્લીન ચિટ આપી દીધી છે. રોહિતની પત્ની અપૂર્વા સાથે પૂછપરછ બાદ તેની ભૂમિકા સંદિગ્ધ મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

અપૂર્વા-રોહિતના સંબંધ ઠીક નહોતા
અગાઉ રોહિત શેખરની મા ઉજ્જવલા અપૂર્વા અને રોહિતના સંબંધોને લઈ મોટું સિક્રેટ ખોલ્યું હતું. ઉજ્જવલાએ જણાવ્યું કે અપૂર્વા અને રોહિત વચ્ચે દિવસેને દિવસે સંબંધ બગડતા જઈ રહ્યા હતા. તેમના મુજબ લગ્નના આગલા દિવસેથી જ પતિ-પત્નીમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો, બંને અલગ-અલગ જ ઉંઘતાં હતાં. આ કારણ જ હતું કે બંને સહમતિથી તલાકની તૈયારી કરી રહ્યા હતા અને જો બધું ઠીક રહેત તો જૂનમાં અપૂર્વા અને રોહિત અલગ થઈ શકે તેમ હતાં. ઉજ્જવલાએ રોહિતના મૃત્યુ બાદ જ કહ્યું હતું કે જે પરિસ્થિતિઓમાં તેના દીકરાનું મૃત્યુ થયું તે વિશે બાદમાં જણાવશે.

રોહિતની માએ લગાવ્યા ગંભીર આરોપ
રોહિતની મા ઉજ્જવલાએ અપૂર્વા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઉજ્જવલાએ કહ્યું હતું કે અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા માંગે છે. તેમનું એમ પણ કહેવું હતું કે રોહિત જે ઘરમાં રહેતો હતો, તે સુપ્રીમ કોર્ટ પાસે છે, અહીં અપૂર્વા પ્રેક્ટિસ કરે છે. રોહિતની માએ કહ્યું કે અપૂર્વાનો પરિવાર પૈસાનો લાલચી છે. ઉલ્લેખનીય છે કે રોહિત શેખરની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. અપૂર્વા મૂળ રૂપે ઈન્દોરની રહેવાસી છે. તેમની અને રોહિતની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. અપૂર્વાના પિતા પણ વ્યવસાયે વકીલ છે.

એક વર્ષ પહેલા જ થયાં હતાં લગ્ન
જણાવી દઈએ કે નારાયણ દત્ત તિવારી લાંબા સમય સુધી રોહિતને પોતાનો દીકરો માનવાથી પણ ઈનકાર કરતા રહ્યા હતા. 2014માં તિવારીએ અદાલતના આદેશ બાદ રોહિતને પોતાના દીકરા તરીકે સ્વીકાર કરી લીધો. એનડીએ તિવારીનું 93 વર્ષની ઉંમરે 18 ઓક્ટોબર 2018ના રોજ નિધન થયું હતું. રોહિત જાન્યુઆરી 2017માં ભાજપમાં સામેલ થયો હતો અને એક વર્ષ પહેલા જ તેમણે અપૂર્વા શુક્લા સાથે લગ્ન કર્યાં હતાં.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
