Rozgar Mela : આજે 71 હજાર યુવાનોને અપોઇન્ટમેન્ટ લેટર આપશે વડાપ્રધાન મોદી, વીડિયો કોન્ફરન્સથી કરશે સંબોધન
Rozgar Mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજગાર મેળા અંતર્ગત આજે 71 હજાર યુવકોને અપોઇન્ટમેન્ટ લેટર સોંપશે. વડાપ્રધાન મોદી 45 સ્થળો પર આ યુવાનોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરશે.
આ યુવાઓ ગ્રામીણ ટપાલ સેવક, પોસ્ટ નિરીક્ષક, કોમર્શિયલ અને ટિકિટ ક્લાર્ક, આસિસ્ટન્ટ એન્ફોર્સમેન્ટ ઓફિસર, ઈન્સ્પેક્ટર, નર્સિંગ ઓફિસર, આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર, ફાયર ઓફિસર, પ્રિન્સિપાલ, પ્રશિક્ષિત ગ્રેજ્યુએટ ટીચર જેવી પોસ્ટ માટે નિમણૂકપત્રો આપવામાં આવશે.

22 રાજ્યોમાં 45 કેન્દ્રો પર રોજગાર મેળાનું આયોજન - રોજગાર મેળાની આ આવૃત્તિ 22 રાજ્યોમાં 45 કેન્દ્રો પર આયોજિત કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ મંત્રાલયો અને વિભાગો મિશન મોડમાં હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરી રહ્યા છે. દરેક મંત્રાલયમાં નિમણૂકો અને ખાલી જગ્યાઓ ભરવા પર કેન્દ્રીય મંત્રીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
CAPF માં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ - અધિકારીઓએ જણાવ્યું કે, ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) માં મોટી સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવી રહી છે. આ ભરતી UPSC, SSC અને રેલવે ભરતી બોર્ડ જેવી ભરતી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. ઝડપી ભરતી માટે પસંદગી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભરતીની પ્રક્રિયા વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. કારણ કે, વર્ષ 2019માં સત્તામાં આવેલી સરકાર તેના કાર્યકાળના છેલ્લા વર્ષમાં છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી સ્કીમ - વડાપ્રધાને ગત વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળાની યોજના શરૂ કરી હતી. 22 ઓક્ટોબર, 2022ના રોજ પ્રથમ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવા પસંદ કરાયેલા 75,000 લોકોને નિમણૂક પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
22 નવેમ્બર, 2022 ના રોજ બીજા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લગભગ 71,000 નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. 20 જાન્યુઆરી, 2023 ના રોજ ત્રીજા રોજગાર મેળામાં અને 13 એપ્રિલ, 2023 ના રોજ ચોથા રોજગાર મેળામાં સમાન સંખ્યામાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
Rozgar Mela : આજે વડાપ્રધાન મોદી 71 હજાર લોકોને અપોઇન્ટમેન્ટ લેટર આપશે. જેમાં આ યુવાનોને ગ્રામીણ ડાક સેવક, ટપાલ નિરીક્ષક, વાણિજ્ય અને ટિકિટ કારકુન, સહાયક અમલ અધિકારી, નિરીક્ષક, નર્સિંગ અધિકારી, મદદનીશ સુરક્ષા અધિકારી, ફાયર ઓફિસર, આચાર્ય, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક જેવી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
