હોટલના રૂમમાંથી મળ્યા 11 કરોડ રોકડા રૂપિયા અને 7 કિલો સોનું!

હોટલના રૂમમાંથી મળ્યા 11 કરોડ રોકડા રૂપિયા અને 7 કિલો સોનું!

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે મોટી કાર્યવાહી કરી ચેન્નઈના માયલાપુરમાં એક હોટલમાંથી 11 કરોડ રૂપિયા કેશ અને સાત કિલો સોનું જપ્ત કર્યું છે. પોલીસે હોટલથી પાંચ લોકોની પણ ધરપકડ કરી લીધી છે, જેમાં બે કોરિયન નાગરિક છે. હોટલમાં આટલી મોટી રકમ અને સોનું જોઈ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યૂ ઈન્ટેલિજન્સના અધિકારીઓ પણ દંગ રહી ગયા છે. ધરપકડ કરાયેલ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કે હોટલમાં આટલી રકમ ક્યાંથી આવી?

money

જણાવી દઈએ કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાંથી પણ મોટી સંખ્યામાં રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશમાં ચૂંટણી દરમિયાન પોલીસે મુરૈના જિલ્લામાં એક કારમાંથી 1 કરોડ 12 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે આ રકમની સાથે કાર ચાલકને પણ ઝડપી પાડ્યો હતો. જ્યારે છત્તીસગઢમાં પોલીસે ચેકિંગ દરમિયાન 46.5 લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. પોલીસે રકમની સાથે ગાડીમાં બેઠેલા બે યુવકને પણ દબોચી લીધા.

આ પણ વાંચો- જીયોની કંપનીનો સીઈઓ જુગારમાં અરબો રૂપિયા હાર્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X