For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ પર 700 કરોડની જમીન હડપવાનો આરોપ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

asaram-bapu
મુંબઇ, 16 જાન્યુઆરી: પ્રવચન કરનાર આસારામ બાપુ પર મધ્યપ્રદેશમાં 700 કરોડ રૂપિયાની કિંમતની જમીન કબજે કરવાનો આરોપ છે. ગંભીર છેતરપિંડી તપાસની ઓફિસ (એસએફઆઇઓ)એ તેમના વિરૂદ્ધ તપાસ ચલાવવાની માંગણી કરી છે.

આ મામલો રતલામમાં 200 એકર જમીન સંબંધિત છે અને એસએફઆઇઓ ઇચ્છે છે કે આસારામ અને તેમના પુત્ર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા અને કંપની એક્ટ 1956 મુજબ કેસ ચલાવવામાં આવે અને હાલમાં આ મુદ્દે તેમની ભલામણ કોર્પોરેટ કેસના મંત્રાલયમાં મોકલવામાં આવી છે.

કોર્પોરેટ કેસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ અને અન્ય કેટલાક લોકો પર કેસ ચલાવવા માટે અમારે એસએફઆઇઓ પાસે ભલામણ કરી છે અને તેના પર વિચારણા ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી-પુણે ફ્રાઇટ કોરીડોર પર સ્થિત આ જમીન જયંત વિટામીન્સ લિમિટેડ (જેવીએલ)ની છે અને તેના પર વર્ષ 2000માં કબજો કરવામાં આવ્યો છે અને ત્યારથે તેનો ઉપયોગ કરી રહ્યાં છે. જેવીએલ એક પબ્લિક લિમિટેડ કંપની છે જેની નોંધણી 2004માં મુંબઇ સ્ટોક એક્સચેંજમાંથી સમાપ્ત કરી દેવામાં આવી છે.

કંપની બીજી ફાર્મા કંપનીઓને ગ્લૂકોજ અને વિટામીનની આપૂર્તિ કરનારી અગ્રણી કંપની માનવામાં આવે છે. જેવીએલના મુદ્દે ફરિયાદ કરવામાં નથી આવી જો કે કંપનીના એક શેરધારકે મંત્રાલયનો સંપર્ક કર્યો જેની ફરિયાદની તપાસ 2010માં એસએફઆઇઓને કરવાનું કહ્યું હતું. એસએફઆઇઓએ બે વર્ષ સુધી આ કેસની તપાસ બાદ મંત્રાલયને ભલામણ મોકલી છે.

English summary
Self-styled godman Asaram Bapu has run into fresh trouble with the Serious Fraud Investigating Office (SFIO) seeking his prosecution in a Rs 700 crore land grab case in Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X