મેં ચૂંટણીમાં 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, જે કરવું હોય તે કરો: મુંડે

મુંડેએ ગુરુવારે નરેન્દ્ર મોદીની હાજરીમાં એક સભામાં કહ્યું કે પહેલા ચૂંટણીમાં મેં માત્ર કેટલાંક હજારો જ ખર્ચ્યા, પરંતુ ગઇ ચૂંટણીમાં 8 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડ્યા. હવે કોઇ ચૂંટણીપંચ અથવા ઇનકમ ટેક્સનો અધિકારી અત્રે હાજર હોય તો સાંભળી લે. આમ માત્ર થોડાક જ મહિનાઓ વધ્યા છે.
મુંડના નિવેદન બાદ તુરંત કોંગ્રેસે તેમના પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું છે. કોંગ્રેસ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ કહ્યું કે મુંડેએ દેશના નિયમ અને કાનૂનનું ઉલ્લંઘન કર્યું છે. ચૂંટણીપંચે કાનૂની કાર્યવાહી કરવી જોઇએ. ચતુર્વેદીએ કહ્યું કે ચૂંટણી બાદ મુંડેએ પોતાનું એકાઉન્ટ જમા કર્યું હશે, જે નિયમાનુસાર દરેક સાંસદે કરવાનું હોય છે. જો તેમણે આ આંકડાઓ ન્હોતા બતાવ્યા તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.
જ્યારે સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ કહ્યું કે ગોપીનાથ મુંડે પર ચૂંટણી પંચે સુઓમોટો દાખલ કરવો જોઇએ. આ ચૂંટણી પંચે જોવાનું છે કે કોઇ ઉમેદવારે કેટલો ખર્ચ કરે છે. મુંડે 25 લાખની મર્યાદાને ઘણી વખત પાર કરી ચૂક્યા છે. જો મુંડેજીએ કહ્યું છે કે તેમણે વધારે ખર્ચ કર્યો છે તો ચૂંટણી પંચ નક્કી કરે કે તેમણે શું કરવું જોઇએ.












Click it and Unblock the Notifications
