મુસ્લિમ, ઈસ્લામ અને LGBT વિશે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આપ્યુ મોટુ નિવેદન, જાણો શું બોલ્યા
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમ, ઈસ્લામ અને એલજીબીટી સમુદાય વિશે મોટુ નિવેદન આપ્યુ છે.
RSS Chief Mohan Bhagwat on LGBT: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુસ્લિમો, ઈસ્લામ અને એલજીબીટી સમુદાય વિશે ઘણી મોટી વાતો કહી છે. જે હાલમાં ચર્ચામાં છે. તેમણે કહ્યુ કે હિંદુ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને સહુને પોતાના માનવા તેમજ સાથે લઈને ચાલવાની પ્રવૃત્તિ છે અને ઈસ્લામને દેશમાં કોઈ જોખમ નથી પરંતુ તેમણે 'અમે મોટા છીએ'નો ભાવ છોડવો પડશે.

'માનવતાના અસ્તિત્વના સમયથી છે એલજીટી સમુદાયના લોકો'
RSS પ્રમુખ મોહન ભાગવતે ઑર્ગેનાઈઝર અને પાંચજન્યને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતો કહી. અહીં તેમણે એલજીબીટી સમુદાયનુ પણ સમર્થન કર્યુ. તેમણે કહ્યુ કે આવા લોકો હંમેશાથી અસ્તિત્વમાં છે, માનવતાના અસ્તિત્વના સમયથી આ લોકો અસ્તિત્વમાં છે. તે જીવવાની એક જૈવિક રીત છે. અમે ઈચ્છીએ છીએ કે આવા લોકો માટે પણ પર્સનલ સ્પેસ હોવી જોઈએ જેથી આ લોકોને પણ લાગે કે તેમનુ પણ સમાજમાં પોતાનુ સ્થાન છે. આ બહુ સામાન્ય સમસ્યા છે. આપણે આ અભિગમને આગળ વધારવાની જરૂર છે કારણ કે તેને ઉકેલવાની અન્ય તમામ રીતો નિરર્થક હશે.
મોહન ભાગવતે સાચા હિંદુત્વ વિશે આ કહ્યુ
મોહન ભાગવતે કહ્યુ કે, 'સમગ્ર વિશ્વમાં હિન્દુઓમાં જોવા મળેલી આક્રમકતા સમાજ માટે જાગૃતિનુ કારણ બની રહી છે. ઘણા લોકોએ એલજીબીટી વિશે વાત કરી છે. આ કારણે જ હિન્દુ સમાજ જાગૃત થયો છે. ઈતિહાસ લખવાનુ શરૂ થયુ ત્યારથી ભારત એક છે પરંતુ જ્યારે પણ હિંદુઓ પોતાની જાતને ભૂલી ગયા છે ત્યારે તેને વિભાજિત કરવામાં આવ્યો છે. હિંદુ આપણી ઓળખ છે, આપણી રાષ્ટ્રીયતા છે, આપણી સભ્યતા છે. આ સિદ્ધાંત છે જે દરેકને પોતાના માને છે, બધાને સાથે લઈને ચાલે છે. અમે ક્યારેય એવુ નથી કહેતા કે ફક્ત અમારુ જ સાચુ છે, તમારુ ખોટું છે. તમે તમારી જગ્યાએ સાચા છો, અમે અમારી જગ્યાએ સાચા છીએ, ચાલો સાથે મળીને આગળ વધીએ, આ હિન્દુત્વ છે.'
ઇસ્લામ સર્વશ્રેષ્ઠ છે તેવી નિવેદનબાજી બંધ કરવી જોઈએ
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આગળ કહ્યુ કે ભારતે ભારત જ રહેવુ જોઈએ તે ખૂબ જ સરળ સત્ય છે. ભારતમાં રહેતા મુસ્લિમોને કોઈ નુકસાન નથી, ઈસ્લામથી ડરવાની કોઈ જરૂર નથી. પરંતુ તે જ સમયે મુસ્લિમોએ ઇસ્લામ સર્વશ્રેષ્ઠ છે તેવી નિવેદનબાજી બંધ કરવી જોઈએ. આપણે એક મહાન રાષ્ટ્ર છીએ, આપણે આ દેશ પર ફરીથી એકવાર શાસન કર્યુ છે અને ફરીથી શાસન કરીશુ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
