22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ થશે સ્થાપિતઃ RSSના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત
Vijayadashmi Utsav: આજે આખા દેશમાં દશેરાના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે, આ ખાસ અવસર પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્યોએ નાગપુરમાં 'પથ સંચલન'નું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન પણ હાજર રહ્યા હતા.
આ ખાસ અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, દેશ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. દર વર્ષે દેશમાં ઘણી એવી વસ્તુઓ થાય છે, જેનાથી લોકો ગર્વ અનુભવે છે, દર વર્ષે વિશ્વમાં ભારતનું ગૌરવ વધી રહ્યું છે, અહીં (ભારતમાં) આયોજિત G-20 સમિટ ખાસ હતી. ભારતીયોની આતિથ્ય સત્કારની પ્રશંસા કરવામાં આવી છે.

ભાગવતે વધુમાં કહ્યુ કે વિવિધ દેશોના લોકોએ આપણી વિવિધતાનો અનુભવ કર્યો. તેમણે આપણા રાજદ્વારી કૌશલ્ય તેમજ આપણી પ્રામાણિક સદ્ભાવના જોઈ અને તેનાથી આખી દુનિયા પ્રભાવિત થઈ, આપણને સહુને અમૃતકાલ જોવાનુ સૌભાગ્ય મળ્યુ. સંઘ પ્રમુખ મોહન ભાગવતે ઉમેર્યુ કે અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે, 22 જાન્યુઆરીએ મંદિરમાં ભગવાન રામ (મૂર્તિ) સ્થાપિત કરવામાં આવશે, તે દિવસે આપણે દેશભરના પોતપોતાના મંદિરોમાં કાર્યક્રમોનું આયોજન કરી શકીએ છીએ.
આ સાથે RSS ચીફ મોહન ભાગવતે મણિપુર હિંસા પર કહ્યું કે મણિપુરની વર્તમાન સ્થિતિને જોતા એવું લાગે છે કે ત્યાં હિંસા કરનારા લોકો પણ સરહદ પારથી ઉગ્રવાદીઓ હતા? આખરે, સદીઓથી શાંતિપૂર્ણ રાજ્યમાં હિંસાની આગ કેવી રીતે સળગી? મૈતેઇ સમુદાય અને કુકી સમુદાય વચ્ચેના સંઘર્ષને સાંપ્રદાયિક બનાવવાનો પ્રયાસ શા માટે કરવામાં આવ્યો? સંઘ જેવી સંસ્થાને કોઈપણ કારણ વગર આમાં ખેંચવાનો પ્રયાસ કરવામાં કોનું હિત સંકળાયેલું છે? તેમણે કહ્યું કે દેશમાં મજબૂત સરકાર હોવા છતાં આ હિંસા કોના બળ પર ચાલુ રહી?
પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને શ્લોક ગાઈને કહ્યું, "तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतं गमय, ॐ शांतिः शांतिः शांतिः આ વિશ્વની શાંતિનો મંત્ર છે. દરેક મનુષ્યની શાંતિ માટે પ્રાર્થના. આ જ આપણો દેશ છે. મારું માનવું છે કે સંગીત અને ગીતો દ્વારા આપણી સંસ્કૃતિને ભાવિ પેઢીઓ સુધી શિક્ષિત કરવી અને ફેલાવવી એ મારી ફરજ છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ નાગપુરમાં આરએસએસના વિજયાદશમી ઉત્સવ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમના સંબોધન પહેલા આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમીના તહેવાર પર 'શસ્ત્ર પૂજા' કરી હતી. તમને જણાવી દઈએ કે દશેરાના અવસર પર આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજા કરવામાં આવે છે અને 'પથ સંચલન'નું આયોજન કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું છે કે, 'દેશભરના મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની શુભકામનાઓ. આ પવિત્ર તહેવાર નકારાત્મક શક્તિઓને ખતમ કરવાનો તેમજ જીવનમાં સદ્ભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.












Click it and Unblock the Notifications
