નાગપુરથી નથી ચાલતી મોદી સરકાર, માંગવા પર જ આપીએ છે સલાહઃ ભાગવત

દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક મોહન ભાગવતનો ત્રિદિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે. મંગળવારે મોહન ભાગવતે વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો.

દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સરસંઘચાલક મોહન ભાગવતનો ત્રિદિવસીય કાર્યક્રમ ચાલી રહ્યો છે. મંગળવારે મોહન ભાગવતે વિપક્ષ પર જોરદાર હુમલો કર્યો. મોહન ભાગવતે કહ્યુ કે નાગપુરથી દેશની સરકાર નથી ચાલતી. આરએસએસ ત્યારે જ સલાહ આપે છે જ્યારે તેમની પાસે માંગવામાં આવે છે. વિજ્ઞાન ભવનમાં થયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂ, પ્રકાશ જાવડેકર, જિતેન્દ્ર સિંહ, રામ માધવ, દલબીર સિંહ સુહાગ, વિજય ગોયલ, કે સી ત્યાગી, સુબ્રમણ્યમ સ્વામી, ઉમા ભારતી ઘણા નેતા શામેલ થયા.

સરકારની નીતિઓ પર અમારો કોઈ પ્રભાવ નથી

સરકારની નીતિઓ પર અમારો કોઈ પ્રભાવ નથી

મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે જે અનુમાન લગાવવામાં આવે છે કે નાગપુરથી ફોન જાય છે. સલાહ આપવામાં આવે છે કે શું કરવાનું છે. તો એ બધુ ખોટુ છે. તેમને (ભાજપ સરકાર) સલાહ જોઈએ તો તેઓ પૂછે છે, અમે આપી શકીએ તો અમે આપીએ છીએ. પરંતુ તેમની રાજનીતિ પર અમારો કોઈ પ્રભાવ નથી. સરકારની નીતિઓ પર અમારો કોઈ પ્રભાવ નથી. તેઓ સમર્થ છે પોતાના કાર્યક્ષેત્રમાં. તેમણે કહ્યુ કે કેન્દ્રમાં કામ કરી રહેલા લોકો મારી ઉંમરના છે તો રાજનીતિમાં તે મારાથી સીનિયર છે. સંઘ કાર્યનો જેટલો અનુભવ મારો છે તેનાથી વધુ અનુભવ તેમની રાજનીતિનો છે. તેમને પોતાની રાજનીતિ ચલાવવા કોઈની સલાહની જરૂર નથી. ભાગવતે કહ્યુ કે તેમના પોતાના વિચાર છે. સંઘનું માનવુ છે કે બંધારણની પરિકલ્પના અનુસાર સત્તાનું કેન્દ્ર બની રહેવુ જોઈએ અને જો આમ નથી થતુ તો અમારુ માનવુ છે કે તે ખોટુ છે.

સંઘ બંધારણને માનીને ચાલે છે

સંઘ બંધારણને માનીને ચાલે છે

મોહન ભાગવતે કહ્યુ કે સંઘ બંધારણને માનીને ચાલે છે. બંધારણની વિરુદ્ધમાં જઈને અમે કંઈ કામ કર્યુ હોય એવુ કોઈ ઉદાહરણ નથી. ભાગવતે કહ્યુ કે બંધારણના અનુશાસનનું પાલન કરવુ સૌની ફરજ છે, સંઘ તેનુ સદા પાલન કરે છે. તેમણે કહ્યુ કે આપણી અંદરની લડાઈઓના કારણે વિદેશીઓ જીત્યા અને આપણા પર કબ્જો કર્યો. એટલા માટે આંબેડકરે પ્રસ્તાવનામાં બંધુત્વની વાત કહી છે. જે દિવસે અહીં કહેવામાં આવશે કે અહીં મુસલમાન ના જોઈએ તે દિવસે હિંદુત્વ નહિ રહે. જે દિવસે કહેવામાં આવશે કે અહીં માત્ર વેદ ચાલશે ત્યારે હિંદુત્વ નહિ રહે.

વિવિધતાઓનો હાર ગૂંથીને આપણે સૌએ આવવુ પડશે

વિવિધતાઓનો હાર ગૂંથીને આપણે સૌએ આવવુ પડશે

ભાગવતે કહ્યુ કે બધાને સાથે લઈને ભારતના લોકો આગળ વધશે તે સંઘની વિચારધારા છે. બંધારણને માનીને જ સંઘ ચાલે છે. બંધારણ કાયદાનું પૂર્ણ પાલન કરે છે. અમે સ્વયંસેવકોને ક્યારેય કોઈ પણ પક્ષ માટે કામ કરવા માટે નથી કહેતા, અમે તેમને રાષ્ટ્ર હિતો માટે કામ કરનારાને સાથ આપવાનું જરૂર કહીએ છીએ. વિવિધતાઓનો હાર ગૂંથીને આપણે સૌએ આગળ આવવુ પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X