For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોહન ભાગવતઃ અમારે કોઈનો ધર્મ નથી બદલવો, જીવતા શીખવવુ છે, જો કોઈ પણ આમાં દખલ કરવાની કોશિશ કરશે...

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે અમારે કોઈનુ ધર્મ પરિવર્તન નથી કરવાનુ પરંતુ જીવતા શીખવવાનુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે અમારે કોઈનુ ધર્મ પરિવર્તન નથી કરવાનુ પરંતુ જીવતા શીખવવાનુ છે. અમે આખી દુનિયાને આવો પાઠ શીખવા માટે ભારત ભૂમિમાં પેદા થયા છે. અમારો સંપ્રદાય કોઈની પૂજા પ્રણાણીને બદલ્યા વિના સારા માનવ બનાવે છે. આરએસએશ પ્રમુખ મોહન ભાગવતે આ વાત શુક્રવારે છત્તીસગઢમાં એક ઘોષ શિબિરમાં કહી છે.

Mohan Bhagwat

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે જો કોઈ પણ ધુનમાં ખલેલ કરવાની કોશિશ કરશે તો તે દેશની લયની નક્કી થઈ જશે. ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે સમન્વય સાથે આગળ વધવાની જરૂર છે.

આરએએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે સત્યની હંમેશા જીત થાય છે. જૂઠ હંમેશા હારે છે અને ભારતનો ધર્મ સત્ય છે અને સત્ય જ ધર્મ છે. ભારતને હંમેશાથી જ વિશ્વ ગુરુ તરીકે જોવામાં આવે છે. આનુ કારણ એ છે કે પ્રાચીન કાળમાં જ આપણા સંતોએ સત્યને સાધી લીધુ હતુ. ઈતિહાસ જુઓ જ્યારે પણ કોઈ રાષ્ટ્ર પર સંકટ આવતુ હતુ કે ભ્રમ થતો હતો ત્યારે તે રસ્તો શોધવા માટે હંમેશા ભારત આવતા હતા.

મોહન ભાગવતે વધુમાં કહ્યુ કે આપણા પૂર્વજોએ દુનિયાભરનુ ભ્રમણ કર્યુ અને ગણિત તેમજ આયુર્વેદ જેવા જ્ઞાન વિના કોઈની ઓળખ બદલી દીધી. તે આખી દુનિયાને પરિવાર માનતા હતા. અહીં સુધી કે ચીન પણ એ કહેવામાં ખચકાતુ નહોતુ કે 2000 વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિએ તેના પર પ્રભાવ પાડ્યો હતો.

English summary
RSS Chief Mohan Bhagwat says We don't have to convert anyone but teach how to live
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X