For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિકાગોમાં મોહન ભાગવતઃ ‘દુનિયાભરના હિંદુઓએ એકજૂટ થવાની જરૂર'

વર્લ્ડ હિંદુ કોંગ્રેસની બીજી બેઠકમા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે દુનિયાભરના હિંદુઓને એકસાથે આવવાની જરૂર છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ હિંદુ કોંગ્રેસની બીજી બેઠકમા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે દુનિયાભરના હિંદુઓને એકસાથે આવવાની જરૂર છે. તેમણે કહ્યુ કે જો કે આ મુશ્કેલ છે પરંતુ આની કોશિશ થવી જોઈ. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ હિંદુ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે શિકાગોમાં સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ ભાષણની 125 મી વર્ષગાંઠ છે. ભાગવતે કહ્યુ કે હિંદુ સમાજ માટે મ્યુચ્યુઅલ સમાયોજન અને એકજૂટતા ખૂબ જરૂરી છે. આ દરમિયાન મોહન ભાગવતે મહાભારતની ઘણી કહાનીઓનો ઉલ્લેખ કર્યો અને તમામ હિંદુઓને એકજૂટ થવાની અપીલ કરી.

આદર્શવાદમાં કંઈ ખોટુ નથી

આદર્શવાદમાં કંઈ ખોટુ નથી

જીવનમાં નેતૃત્વ વિરોધ, ધૈર્ય વગેરે તમામ માનવીય ગુણવત્તાઓને સમજાવવા માટે ભાગવતે મહાભારતની કથાનું વર્ણન કર્યુ અને કહ્યુ કે આની આપણે બહુ જ જરૂર છે. તેમણે કહ્યુ કે આપણા મૂલ્ય વૈશ્વિક મૂલ્યો છે જેને હિંદુ મૂલ્ય કહેવામાં આવે છે. હિંદુ સમાજ વધુમાં વધુ સારા લોકોનો સમાજ છે પરંતુ આપણે એકસાથે કામ નથી કરતા. ભાગવતે કહ્યુ કે જો સપના ના જુઓ તો કંઈ પણ સંભવ નથી. આદર્શવાદ વિશે સંઘ પ્રમુખે કહ્યુ કે આમા કંઈ ખોટુ નથી.

આ પણ વાંચોઃપેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરીથી વધારો, જાણો શું છે ભાવઆ પણ વાંચોઃપેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફરીથી વધારો, જાણો શું છે ભાવ

આપણે અભ્યાસ કરવાનો ભૂલી ગયા છે

આપણે અભ્યાસ કરવાનો ભૂલી ગયા છે

લગભગ 2500 લોકોને સંબોધિત કરતા ભાગવતે કહ્યુ કે હિંદુ સમાજને આત્મસંતુષ્ટ થઈને ન બેસી જવુ જોઈએ. તેમણે કહ્યુ કે આપણા વિરોધીઓ જાણે છે કે આ કાર્યક્ર કરવામાં આવી રહ્યો છે પરંતુ આપણા પોતાના લોકોને આની જાણકારી નથી. આપણે એક હજાર વર્ષથી કેમ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આપણી પાસે બધુ હતુ, બધી જ ખબર હતી પરંતુ તેનો અભ્યાસ કરવાનુ ભૂલી ગયા, આપણે એકસાથે કામ કરવાનું પણ ભૂલી ગયા.

પોતાને ના બદલવા જોઈએ

પોતાને ના બદલવા જોઈએ

રાજનીતિ વિશે ભાગવતે કહ્યુ કે આને રાજનીતિની જેમ જ કરવુ જોઈએ પરંતુ પોતાને આના માટે ન બદલવુ જોઈએ. કોઈનું નામ લીધા વિના શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિરની તુલના મહાભારતમાં કરી. તેમણે કહ્યુ કે કૃષ્ણએ ક્યારેય યુધિષ્ઠિરની વાત નથી ટાળી, જે લોકો આજે મારાથી સંમત નથી તે મૂર્ખ નથી. તમારા દ્રષ્ટિકોણથી તમે સાચા છો. બધા પ્રકારના વિચારોને એકસાથે લઈને ચાલવુ પડશે, આ જ શક્તિ છે.

એકજૂટ હોવુ જરૂરી

એકજૂટ હોવુ જરૂરી

પોતાના 40 મિનિટના ભાષણમાં ભાગવતે ગીતાના ઘણા શ્લોકોનો ઉલ્લેખ કર્યો, ભાગ્ય તમારી મહેનતની પાછળ આને છે, મૂલ્ય શું છે, તમારી પાસે જે છે તેને ક્યારેય ભૂલવુ ના જોઈએ. આ દરમિયાન તેમણે એકજૂટ થઈને કામ કરવા પર જોર આપ્યુ. તેમણે કહ્યુ કે લોકો ક્યારેય એકજૂટ નથી થતા, હિંદુઓનું એકસાથે આવવુ ઘણુ મુશ્કેલ છે. તેમણે કહ્યુ કે હિંદુ સમાજ ત્યારે જ આગળ વધી શકશે જ્યારે આ સમાજ માટે કામ કરીએ, કોઈ સંગઠન અને દળ આના માટે કામ કરે, આનાથી આ લક્ષ્ય મેળવવુ સરળ નથી, આપણે એકજૂટ થઈને કામ કરવાની જરૂર છે.

આ પણ વાંચોઃઆર્મી ચીફ બાજવા વાસ્તવમાં પાકિસ્તાનને મૂર્ખ બનાવી રહ્યા છેઆ પણ વાંચોઃઆર્મી ચીફ બાજવા વાસ્તવમાં પાકિસ્તાનને મૂર્ખ બનાવી રહ્યા છે

English summary
RSS chief Mohan Bhagwat speaks at world hindu congress stress on unity among Hindus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X