સંઘે લગાવી નરેન્દ્ર મોદીના નામ પર મહોર
નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર : ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી પદને લઇને ઘમાસાણ ચાલી રહ્યું છે. પરંતુ સંઘે નરેન્દ્ર મોદીના નામ પર પોતાની મહોર લગાવી દીધી છે. શનિવારે નામ લીધા વગર આરએસએસે સ્પષ્ટ કરી દીધું છે કે તેણે પોતાની પસંદ બીજેપીને બતાવી દીધી છે. હવે નિર્ણય બીજેપીએ લેવાનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભલામણ કરવા માટે એક દિવસ પહેલા દિલ્હી આવી પહોંચ્યા, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેને પીએમ પદ માટે મોદીના નામ પર સહમતિ બનાવવાની નજરથી દેખવામાં આવતું હતું.












Click it and Unblock the Notifications
