RSS એ વિવાદનો મધપુડો છેડ્યો, એમેઝોનને 'ઇસ્ટ ઇન્ડિયા કંપની 2.0' કહીં!
ઇ-કોમર્સ કંપની એમેઝોન છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં છે, તેના વકીલો પર ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે.
નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : ઇ-કોમર્સ કંપની એમેઝોન છેલ્લા ઘણા દિવસોથી વિવાદમાં છે, તેના વકીલો પર ભારતીય અધિકારીઓને લાંચ આપવાનો આરોપ લાગ્યો છે. હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલ સાપ્તાહિક સામયિક પંચજન્યએ એમેઝોનનો ઉલ્લેખ કરી તેને ઇસ્ટ ઇન્ડિયા કંપની 2.0 કહી છે. મેગેઝિને લખ્યું કે તેના વકીલો કંપની-ફ્રેંડલી સરકારી નીતિઓ ઇચ્છતા હતા, જેના કારણે તેને પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચ્યા. કંપનીનું આ પગલું યોગ્ય નથી.

પંચજન્યમાં આ લેખ 'ઈસ્ટ ઈન્ડિયા કંપની 2.0' નામથી પ્રકાશિત થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 18 મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં જે કર્યું તે જ આજે એમેઝોનની પ્રવૃત્તિઓમાં જોવા મળે છે. તે ભારતીય બજારમાં તેનો સંપૂર્ણ ઈજારો ઇચ્છે છે, જેના કારણે તેણે ભારતીય નાગરિકોની આર્થિક, રાજકીય અને વ્યક્તિગત સ્વતંત્રતા પર કબ્જો કરવાનું કરવાનું શરૂ કર્યું છે.
શોપિંગ પ્લેટફોર્મ ઉપરાંત એમેઝોનના વિડીયો પ્લેટફોર્મની પણ મેગેઝીનમાં ટીકા કરાઈ છે. લેખમાં લખવામાં આવ્યું હતું કે, એમેઝોન પ્રાઈમ પર જે ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થઈ રહી છે તે ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ છે. આરએસએસની આ ટિપ્પણી ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. આ અંક 3 ઓક્ટોબરે બજારમાં આવશે.
હજુ સુધી જાણી શકાયું નથી કે એમેઝોને ક્યાં, ક્યારે અને કોને લાંચ આપી હતી. માત્ર એટલું જ સામે છે કે એમેઝોન કાનૂની ફી તરીકે 8500 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. સવાલ એ છે કે આ પૈસા ક્યાં જાય છે? કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર સિસ્ટમ લાંચ માટે કામ કરે છે. જો કે ભારત સરકારે પણ તેને ગંભીરતાથી લીધી છે. આ સાથે જ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ વિપક્ષે પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી.
ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમયે સમયે તેના સાપ્તાહિક પંચજન્ય દ્વારા વિવાદ છેડતું રહ્યું છે. ત્યારે હવે આરએસએસએ ફરી એક વખત એમેઝોન પર લેખ લખી વિવાદ છેડ્યો છે. રાષ્ટ્રવાદની વાત કરતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમયે સમયે વિદેશી કંપનીઓ વિરૂદ્ધ વિરોધ કરતું રહ્યું છે. ત્યારે હવે આરએસએસએ એમેઝોનને નિશાન બનાવી ફરી એક વખત વિવાદ છેડ્યો છે.












Click it and Unblock the Notifications
