For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરટીઇ પ્રવેશ : સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી

|
Google Oneindia Gujarati News

rte
નવી દિલ્હી, 27 ઑક્ટોબર : શિક્ષણનો અધિકાર કાયદા અંતર્ગત શાળાઓમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવતો હોવાના અહેવાલોને પગલે સરકારે શુક્રવાર 26 ઑક્ટોબર, 2012ના રોજ આરટીઇની (રાઇટ ટુ એજ્યુકેશન) નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા અનુસાર શાળાઓ વિદ્યાર્થીઓના સમુદાય, જાતિ, જનજાતિને જાહેર કરી શકશે નહીં.

નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ફરિયાદોના ઉકેલ માટે શાળાઓએ એક ખાસ પ્રક્રિયા અથવા તંત્ર ગોઠવવું પડશે અને ફરિયાદનો મહત્તમ 60 દિવસમાં ઉકેલ લાવવો પડશે.

ઉલ્લેખનીય છે કે કેટલાક પ્રદેશોમાંથી ફરિયાદ મળી હતી કે શિક્ષણના અધિકાર હેઠળ મળેલા 25 ટકા ક્વૉટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. નવી માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓ સાથે પક્ષપાતરહિત વ્યવહાર રાખવા શાળાઓને ખાસ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓમાં પણ કોઇ ઘટાડો કરવામાં ના આવે તેમ જણાવ્યું છે.

માર્ગદર્શિકા અનુસાર શાળાઓએ ખાસ ધ્યાન રાખવું પડશે કે આ વર્ગના વિદ્યાર્થીઓ સાથે કેન્ટિન, રમતના મેદાન અથવા મિડ ડે મિલની કોઇ જોગવાઇ, શૌચાલય, પીવાના પાણીની સુવિધા વગેરે જેવી સુવિધાઓમાં કોઇ ભેદભાવ કરવામાં આવે નહીં.

English summary
RTE admission: The government issued new guidelines
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X