For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RTI કાર્યકર્તાઓએ રાજ્યપાલને કહ્યું, 'મુખ્યમંત્રી ડરાવવાનું કામ કરે છે'

|
Google Oneindia Gujarati News

પણજી, 9 જુલાઇ : માહિતી અધિકાર કાર્યકર્તાઓના એક સમૂહે અત્રે મંગળવારે ગોવાના રાજ્યપાલ ભારત વીર વાંચ્છુને અરજી આપીને મુખ્યમંત્રી મનોહર પર્રિકર પર આરટીઆઇ અધિનિયમ પર કતરાવવાનો પ્રયાસ અને આવેદકોને ભયભીત કરવાનો આરોપ લગાવ્યો છે.

રાજભવનમાં વાંચ્છુ સાથે મુલાકાત કરીને 11 એક્ટિવિસ્ટોના આ પ્રતિનિધિમંડળે પ્રવક્તા એરિએસ રોડ્રિગ્સે પત્રકારોને જણાવ્યું કે 'દેખરેખ વિભાગથી શરૂઆત કરીને સરકાર વિભાગોને આરટીઆઇના એક્ટમાંથી બહાર કરવાનો પ્રયાસ કરાવમાં આવી રહ્યો છે.'

રોડ્રિગ્સે એ પણ કહ્યું કે ગોવા સરકારે ઘણું બધું છૂપાવીને રાખ્યું છે અને આરટીઆઇ અધિનિયમને નબળો બનાવવા અને આરટીઆઇ કાર્યકર્તાઓને ભયભીત કરવાનો ઉદ્દેશ્ય માહિતી માંગવાની પ્રક્રિયાને ખતમ કરવાનો છે. ગોવાના મુખ્યમંત્રી અને આરટીઆઇ કાર્યકર્તાઓની વચ્ચે પાછલા ઘણા મહિનાઓથી અનબન છે.

હવે પાર્રિકરે એટલે સુધી કહી દીધું છે કે જે કાર્યકર્તા આરટીઆઇ માહિતી પર જાણીતા સ્રોતો દ્વારા થતી કમાણીથી વધારે ખર્ચ કરી રહ્યા છે તો તેમની જાણકારી આવક વિભાગને સોંપવામાં આવે.

આરટીઆઇ એક્ટિવિસ્ટ્સે આરોપ લગાવ્યો કે વિપક્ષમાં રહીને સૌથી વધારે આ એક્ટનો ઉપયોગ કરનાર પાર્રિકર હવે અરજદારોને ડરાવવા અને ધમકાવવામાં લાગ્યા છે. ગોવાના રાજ્યપાલને આપવામાં આવેલ અરજીમાં કહેવાયું છે મુખ્યંત્રીએ માહિતી માગનાર એક્ટિવીસ્ટની સૂચિ તૈયાર કરવાનું જણાવ્યું છે.

English summary
A group of Right to Information (RTI) activists here Tuesday petitioned Goa Governor Bharat Vir Wanchoo, accusing Chief Minister Manohar Parrikar of trying to scuttle the RTI Act and intimidate applicants.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X