For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુઃ અમિત શાહ

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી.

|
Google Oneindia Gujarati News

આજે આખો દેશ ભારતના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. દર વર્ષે આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ પ્રસંગે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને દિલ્લીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ શાહે દિલ્લીના નેશનલ સ્ટેડિયમમાં 'રન ફૉર યુનિટી'ને લીલી ઝંડી બતાવીને રવાના કર્યા. તમને જણાવી દઈએ કે આજના દિવસે દર વર્ષે 'રન ફૉર યુનિટી'નુ આયોજન કરવામાં આવે છે.

પીએમ મોદીએ સરદાર પટેલનુ સપનુ કર્યુ પૂરુઃ અમિત શાહ

આ પ્રસંગે અમિત શાહે લોકોને સ્ટેડિયમમાં સંબોધિત પણ કર્યા. તેમણે કહ્યુ કે આ સરદાર પટેલે દેશને એક સૂત્રમાં પરોવવાનુ કામ કર્યુ હતુ. મોદી સરકારે તેમના અધૂરા સપનાને પૂરુ કર્યુ છે. જમ્મુ કાશ્મીરનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યુ કે 70 વર્ષ થઈ ગયા પરંતુ કોઈએ આર્ટિકલ 370ને અડવાનુ પણ જરૂરી સમજ્યુ નહોતુ.

આર્ટિકલ 370 અને 35એ આતંકવાદની એન્ટ્રીનો ગેટવે બની ગયુ હતુ

2019માં દેશની જનતાએ ફરીથી એકવાર મોદીજીને દેશના પ્રધાનમંત્રી બનાવ્યા અને 5 ઓગસ્ટે દેશની સંસદે 370 અને 35એને હટાવીને સરદાર સાહેબનુ અધૂરુ સપનુ પૂરુ કરવાનુ કામ કર્યુ છે. પ્રધાનમંત્રી મોદીએ 182 મીટરનુ સ્ટેચ્યુ બનાવીને સરદાર પટેલના કામને દુનિયા સામે રજૂ કર્યુ અને તેમને જરૂરી ઓળખ અને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યુ કે આર્ટિકલ 370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુ જેને પીએમ મોદીના નેતૃત્વમાં હટાવવામાં આવ્યુ.

પટેલના કારણે ભારત એક છે

અમિત શાહે કહ્યુ, દેશ આઝાદ થયા બાદ 550થી વધુ રજવાડામાં દેશને વહેંચવાનુ કામ અંગ્રેજોએ કર્યુ હતુ, આખો દેશ અને દુનિયા માનતી હતી કે ભારતને આઝાદી તો મળી પરંતુ ભારત વહેંચાઈ જશે. પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલે એક પછી એક રજવાડાને દેશ સાથે જોડવાનુ કામ કર્યુ. સરદાર પટેલે 550થી વધુ રજવાડાને એખ કરીને દેશને અખંડ બનાવ્યો પરંતુ એક કસક છૂટી ગઈ હતી જમ્મુ અને કાશ્મીરનુ ભારત સાથે વિલય તો થયુ પરંતુ અનુચ્છેદ 370 અને 35એના કારણે જમ્મુ અને કાશ્મીર આપણા માટે એક સમસ્યા બનીને રહી ગયુ ત્યાં વિકાસ થઈ શક્યો નહિ.

આ પણ વાંચોઃ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિઃ પીએમ મોદીએ લોખંડી પુરુષને કેવડિયા ખાતે આપી શ્રદ્ધાંજલિઆ પણ વાંચોઃ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિઃ પીએમ મોદીએ લોખંડી પુરુષને કેવડિયા ખાતે આપી શ્રદ્ધાંજલિ

દેશનુ મસ્તક છે કાશ્મીરઃ અમિત શાહ

દેશનુ મસ્તક છે કાશ્મીરઃ અમિત શાહ

પરંતુ હવે આવુ નહિ થાય અને આજથી તે આપણી સાથે અધિકૃત રીતે જોડાઈ ગયુ છે. તે દેશનુ મસ્તક છે અને ત્યાં પણ બહુ જલ્દી વિકાસની સવાર પડશે. તમને જણાવી દઈએ કે આજથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા બનશે.

English summary
Union home minister Amit Shah on Thursday said that Articles 370 and 35A were the gateway of terrorism in Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X