For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો

કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ હટી ગયો છે.

|
Google Oneindia Gujarati News

કેરળના સબરીમાલા મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષની ઉંમરની મહિલાઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ હટી ગયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશથી વંચિત રાખવી ગેરબંધારણીય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સબરીમાલા મંદિરના દરવાજા બધી મહિલાઓ માટે ખુલી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદા દરમિયાન ઘણી મહત્વની વાતો કહી.

સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ

સબરીમાલા મંદિરમાં દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશ

1. સબરીમાલા મંદિર મામલે પાંચ જજોની બેંચમાંથી 4 જજોએ માન્યુ કે સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશથી વંચિત રાખવી ગેરબંધારણીય છે. દરેક ઉંમરની મહિલાઓને પ્રવેશની મંજૂરી હોવી જોઈએ.
2. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અયપ્પાના અનુયાયી પણ હિંદુ ધર્મનો હિસ્સો છે. સમાજે પોતાના વિચારો બદલવા પડશે અને તેમાં બદલાવ જરૂરી છે. પિતૃસત્તાત્મક વિચારો વચ્ચે ન આવવા જોઈએ. ધર્મના મામલે બધાને બરાબરીનો અધિકાર છે.
3. જસ્ટીસ ચંદ્રચૂડે કહ્યુ કે શું બંધારણ મહિલાઓ માટે અપમાનજનક વાતો સ્વીકારી શકે છે? પૂજા માટે મનાઈ, મહિલાની ગરિમાને મનાઈ, શું આ આપણુ બંધારણ સ્વીકારે છે? એક તરફ તમે મહિલાઓને દેવી માનો છો અને બીજી તરફ તમે તેને મંદિરમાં પ્રવેશતા રોકો છો.

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિર, જ્યાં 10 થી 50 વર્ષની મહિલાઓ માટે પ્રવેશ છે વર્જિતઆ પણ વાંચોઃ સબરીમાલા મંદિર, જ્યાં 10 થી 50 વર્ષની મહિલાઓ માટે પ્રવેશ છે વર્જિત

જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાનો અભિપ્રાય અલગ

જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાનો અભિપ્રાય અલગ

4. જ્યારે આનાથી ઉલટુ જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યુ કે ધાર્મિક પરંપરાઓમાં કોર્ટે દખલ ન દેવી જોઈએ. કોઈને જો ધાર્મિક પ્રથાઓમાં ભરોસો છે તો તેનું સમ્માન થવુ જોઈએ.. આ પ્રથાઓ બંધારણથી સંરક્ષિત છે અને સમાનતાના અધિકારને ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર સાથે જ જોવી જોઈએ. તેમનું કહેવુ હતુ કે કોર્ટનું કામ પ્રથાઓને રદ કરવાનું નથી.
5. જ્યારે જસ્ટીસ નરીમને કહ્યુ કે મંદિરમાં મહિલાઓને પણ પૂજાનો સમાન અધિકાર છે. આ મૌલિક અધિકાર છે.
6. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ કહ્યુ કે પ્રવેશ અંગે લૈંગિંક આધાર પર કોઈ ભેદભાવ ન કરવો જોઈએ.

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર હતો પ્રતિબંધ

સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર હતો પ્રતિબંધ

7. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે અનુચ્છેદ 25 મુજબ બધા બરાબર છે. વ્યક્તિગત ગરિમા અલગ વસ્તુ છે પરંતુ સાથે સમાજમાં બધાની ગરિમાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે.
8. ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિએશને આ પ્રતિબંધને પડકારીને સુપ્રીમ કોર્ટમાં જનહત યાચિકા દાખલ કરી હતી. યાચિકામાં એ કહેવામાં આવ્યુ હતુ કે આ પ્રથા લૈંગિક આધાર પર ભેદભાવ કરે છે. યાચિકાકર્તાએ આને ખતમ કરવાની માંગ કરી હતી.
9. કેરળ સરકારે પણ દલીલ કરી હતી કે મંદિરમાં મહિલાઓને પ્રવેશ મળવો જોઈએ, જ્યારે યાચિકાનો વિરોધ કરનારાનું કહેવુ હતુ કે ધાર્મિક બાબતોમાં કોર્ટે હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
10. સબરીમાલા મંદિર મામલે ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ આર એફ નરીમન, જસ્ટીસ એ એમ ખાનવિલકર, જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજાઆ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે મહિલાઓ માટે ખોલ્યા સબરીમાલા મંદિરના દરવાજા

English summary
Sabarimala verdict: Supreme Court allows entry of women in Kerala’s temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X