સાબરમતી એક્સપ્રેસ અકસ્માત બાદ રદ્દ થઈ ઘણી ટ્રેન, જાણો યાદી
Sabarmati Express derail: ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે શનિવારે વહેલી સવારે સાબરમતી એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન (ટ્રેન નંબર 19168)ના ઓછામાં ઓછા 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
રેલવે બોર્ડના એક અધિકારીએ જણાવ્યું છે કે, હજુ સુધી કોઈ વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર નથી.
લોકો પાયલોટે જણાવ્યું હતું કે, રેલવે ટ્રેક પર ભારે પથ્થર હતો. જેના કારણે ટક્કર બાદ એન્જીનનો કેટલ ગાર્ડ (આગળનો ભાગ) ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને તે વળી ગયો હતો.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, સાબરમતી એક્સપ્રેસનું એન્જીન પાટા પર રાખવામાં આવેલી કોઈ વસ્તુ સાથે અથડાયું અને કાનપુર નજીક પાટા પરથી ઉતરી ગયું. પુરાવા આ બાબતની તપાસ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) પણ કરી રહી છે.

સાબરમતી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાને કારણે રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરી છે. કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. રેલવેએ કહ્યું છે કે, દરેક મુસાફરને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રદ કરવામાં આવી છે ટ્રેનો
- 01823/01824 (વી ઝાંસી-લખનઉ) JCO 17.08.24
- 11109 (વી ઝાંસી-લખનઉ જંકશન) JCO 17.08.24
- 01802/01801 (કાનપુર-માણિકપુર) JCO 17.08.24
- 01814/01813 (કાનપુર-વી ઝાંસી) JCO 17.08.24
- 01887/01888 (ગ્વાલિયર-ઇટાવા) JCO 17.08.24
- 01889/01890 (ગ્વાલિયર-ભીંડ) JCO 17.08.24
ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનની યાદી
- 11110 (લખનઉ જંકશન-ઝાંસી) JCO 16.08.24 બદલાયેલ રૂટ ગોવિંદપુરી- ઇટાવા- ભીંડ- ગ્વાલિયર- ઝાંસી.
- 22537 (ગોરખપુર-લો. તિલક ટર્મિનલ) JCO 16.08.2024 ગોવિંદપુરી- ઇટાવા- ભીંડ- ગ્વાલિયર- વી ઝાંસી
- 20104 (ગોરખપુર-લો. તિલક ટર્મિનલ) JCO 16.08.24 કાનપુર-ઇટાવા-ભીંડ-ગ્વાલિયર- ઝાંસી
હેલ્પલાઈન નંબર: ઈમરજન્સી હેલ્પલાઈન નંબર
- પ્રયાગરાજ: 0532-2408128, 0532-2407353
- કાનપુર: 0512-2323018, 0512-2323015
- મિર્ઝાપુર: 05442-2200097
- ઈટાવા: 75250-01249
- ટુંડલા: 73929-59702
- અમદાવાદ: 079-2211-3977
- બનારસ: 83039-94411
- ગોરખપુર: 0551- 2208088












Click it and Unblock the Notifications
