
સબરીમાલા: હિંસા ભડકાવવાના આરોપમાં 210 લોકો વિરુદ્ધ નોટિસ
કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે જે રીતે સુપ્રીમકોર્ટે નિર્ણય આપ્યો હતો અને ત્યારપછી મોટી સંખ્યામાં લોકોએ તેનો વિરોધ કર્યો હતો. કોર્ટના આદેશ છતાં પણ લોકોએ રસ્તા પર પ્રદર્શન કર્યું. ઘણી જગ્યા પર આ પ્રદર્શન હિંસામાં બદલાઈ ગયું. આ પ્રદર્શન અને હિંસાને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસબળ ગોઠવવામાં આવ્યું હતું, તેમ છતાં પણ હિંસા રોકાઈ નહીં. આ હિંસા પછી પોલીસે 210 શંકાસ્પદ લોકો સામે નોટિસ જાહેર કરી છે.
કેરળના નીલકકલ, પાંબા, અને સબરીમાલામાં જે લોકોએ હિંસા ભડકાવી હતી. તેમની પોલીસે શોધખોળ ચાલુ કરી દીધી છે. આ હિંસા ભડકાવનારા લોકો વિરુદ્ધ પોલીસે નોટિસ જાહેર કરીને તેમની ધરપકડ કરવાનું ઝડપી કરી દીધું છે. આ નોટિસ બધા જ પોલીસ હેડક્વાટરમાં મોકલી દેવામાં આવી છે અને આદેશ આપવામાં આવ્યો છે કે તેમની ધરપકડ કરવામાં આવે. ધ્યાન આપવા જેવી બાબત છે કે સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા પછી મોટી સંખ્યામાં મહિલાઓ મંદિર જવા માટે નીકળી હતી પરંતુ તેમને મંદિરમાં નહીં જવા દેવામાં આવ્યા નહીં.
આ પણ વાંચો: પીરિયડ્ઝ નહિ પરંતુ આ હતુ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રતિબંધનું કારણ?
મંદિરના મુખ્ય પુજારીએ પણ મહિલાઓને દર્શન કરાવવાની ના પાડી દીધી હતી. તેના પર પોલીસે જણાવ્યું કે અમે મહિલાઓને મંદિરમાં પહોંચાડી શકીયે છે પરંતુ તેમને દર્શન કરાવવા છે કે નહીં તે મુખ્ય પૂજારી પર નિર્ભર કરે છે. આપને જણાવી દઈએ કે ઘણી મહિલા પત્રકાર પણ સબરીમાલા દર્શન કરવા માટે પહોંચી હતી.
આ પણ વાંચો: સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાની 10 મહત્વની વાતો