સવ્યસાચીને મંગળસૂત્રની જાહેરાતનુ બોલ્ડ ફોટોશૂટ પડ્યુ મોંઘુ, મળી લીગલ નોટિસ
દેશના જાણીતા ફેશન ડિઝાઈનર સવ્યસાચી મુખર્જી પોતાની એક જાહેરાતના કારણે મુસીબતમાં ફસાઈ ચૂક્યા છે.
મુંબઈઃ દેશના જાણીતા ફેશન ડિઝાઈનર સવ્યસાચી મુખર્જી પોતાની એક જાહેરાતના કારણે મુસીબતમાં ફસાઈ ચૂક્યા છે. તેમના મંગળસૂત્ર કલેક્શન લૉન્ચિંગમાં મૉડલનો બોલ્ડ ફોટો શેર કરવા પર એડવોકેટ આશુતોષ દૂબેએ લીગલ નોટિસ મોકલી છે.

તમને જણાવી દઈએ કે ભાજપ-મહારાષ્ટ્ર પાલઘર જિલ્લાના કાનૂની સલાહકાર એડવોકેટ આશુતોષ દુબેએ આ નોટિસ મોકલી છે. તેમણે સ્વયં આનો ખુલાસો કર્યો છે. ફેશન ડિઝાઈનર સવ્યસાચી મુખર્જીને મંગળસૂત્ર સંગ્રહની જાહેરાત માટે અર્ધ નગ્ન મૉડલનો ઉપયોગ કરવા માટે કાનૂની નોટિસ જાહેર કરી છે.
ઉલ્લેખનીય છે કે ફેશન ડિઝાઈનર સવ્યસાચી મુખર્જીની ડિઝાઈન દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે પરંતુ તે પોતાના ઉમદા કામને બતાવવા માટે આ વખતે કંઈક એવુ કરવા ગયા જેના કારણે તેમની જોરદાર ટીકા થઈ રહી છે. એટલુ જ નહિ તે મંગળસૂત્રની વલ્ગર જાહેરાતના કારણે જોરદાર ટ્રોલર્સના નિશાના પર આવી ચૂક્યા છે. યુઝર્સ તેમને જોરદાર ખરીખોટી સંભળાવી રહ્યા છે. યુઝર્સ એ કહી રહ્યા છે કે આ મંગળસૂત્રની જાહેરાત છે કે કામસૂત્રની જાહેરાત છે.












Click it and Unblock the Notifications
