રાજસ્થાનઃ કોંગ્રેસનો મોટો દાવ, અશોક ગેહલોત, સચિન પાયલટ પણ લડશે ચૂંટણી
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે એવો દાવ કર્યો છે જેની કોઈએ આશા નહોતી રાખી. પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવાનું એલાન કર્યુ છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે એલાન કર્યુ છે કે સચિન પાયલટ અને તેઓ ખુદ આ વખતે 7 ડિસેમ્બરે રાજસ્થાનમાં યોજાઈ રહેલ વિધાનસભા ચૂંટણી લડશે. અશોક ગેહલોતે આ એલાન આજે દિલ્હીમાં પક્ષના કાર્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરાવીને કર્યુ છે.
આ પણ વાંચોઃ Video: દરવાજા-સ્ટેશન વચ્ચે ફસાયેલા વ્યક્તિને Rpf જવાને ચાલતી ટ્રેનમાં બચાવ્યો

મુખ્યમંત્રી પદની દાવેદારી
અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને રાજસ્થાનમાં કોંગ્રેસના કદાવર અને લોકપ્રિય નેતા છે. બંને નેતા રાજ્યમાં મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર પણ છે. બંને દિગ્ગજ નેતાઓનો વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય ઘણો મહત્વનો હોઈ શકે છે. રાજ્યમાં ભાજપ સરકાર સામે જે રીતે લોકો વચ્ચે અસંતોષ છે તેને કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં સંપૂર્ણપણે ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારની કસર કોંગ્રેસ છોડવા માંગતુ નથી.

સચિન પાયલટનો અભિપ્રાય
ભાજપ તરફથી વસુંધરા રાજે પક્ષના નેતા છે તો બીજી તરફ કોંગ્રેસ તરફથી હજુ એ વાતનું એલાન કરવામાં આવ્યુ નથી કે રાજ્યમાં પક્ષના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ છે. પરંતુ જે રીતે બંને ઉમેદવારોએ જે રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે તે બાદ કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે બંને નેતા મુખ્યમંત્રી પદની રેસમાં બરાબરીમાં છે. અશોક ગેહલોતના આ નિર્ણયનું એલાન કર્યા બાદ સચિન પાયલટે કહ્યુ કે રાહુલ ગાંધી અને અશોક ગેહલોતના નિવેદન બાદ મે વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

આંતરિક કલેશનો ઈનકાર
સચિન પાયલટે કહ્યુ કે અમે બધા મળીને એ વાત સુનિશ્ચિત કરીશુ કે રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બંપર જીત થાય. રાજ્યમાં બે વાર મુખ્યમંત્રી રહેલા અશોક ગેહલોત જોધપુરની સદરપુરા વિધાનસભા સીટથી ચૂંટણી લડી શકે છે જ્યારે સચિન પાયલટની સીટ પર હજુ નિર્ણય લેવામાં નથી આવ્યો કે તે ક્યાંથી ચૂંટણી લડશે. ગેહલોતે કહ્યુ કે રાજસ્થાન કોંગ્રેસની અંદર વિવાદના સમાચારો સંપૂર્ણપણે ખોટા છે અને આ ભાજપ ફેલાવી રહી છે. અમે બધા એકજૂટ થઈને ચૂંટણી લડી રહ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં દીવો પ્રગટાવી મનાવી દિવાળી