For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિન પાયલટે કોંગ્રેસ ચિંતન શિબિર પહેલા આપ્યુ મોટુ નિવેદન, કહ્યુ - જરુરી ફેરફારોની આશા

સચિન પાયલટે રાજસ્થાનના ઉદયપુરમાં 13થી 15 મે સુધી યોજાનાર કોંગ્રેસ ચિંતન શિબિર પહેલા મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

જયપુરઃ સચિન પાયલટે રાજસ્થાનના ઉદયપુરમાં 13થી 15 મે સુધી યોજાનાર કોંગ્રેસ ચિંતન શિબિર પહેલા મોટુ નિવેદન આપીને કહ્યુ છે કે કોંગ્રેસ યુવાનોને નેતૃત્વમાં આગળ રાખવાનો હંમેશા પ્રયત્ન કરે છે. ચિંતન શિબિરમાં શામેલ થઈ રહેલા અડધા ડેલીગેટ્સની ઉંમર 40 વર્ષથી નાની છે. હાઈ કમાન્ડે ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે યુવાનોને મહત્વ આપ્યુ છે. પૂર્વ પીસીસી ચીફ પાયલટે આશા વ્યક્ત કરી કે આ શિબિર બાદ જે સંગઠનાત્મક ફેરફાર જરુરી છે તે પણ થશે.

sachin pilot

પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે બુધવારે પોતાના નિવાસ પર મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે પાર્ટી હાઈ કમાન્ડે સમજી-વિચારીને નવ સંકલ્પ ચિંતર શિબિર બોલાવી છે. તેમણે કહ્યુ કે ભાજપને પડકારીને માત્ર કોંગ્રેસ પાર્ટી હરાવી શકે છે. કેન્દ્ર સરકાર અસલી મુદ્દાઓથી ધ્યાન ભટકાવીને લોકોને ગુમરાહ કરી રહી છે. દેશમાં મોંઘવારી ચરમ સીમા પર પહોંચી ચૂકી છે. કંપનીઓ છટણી કરી રહી છે. દેશમાં વ્યાપક મિસ મેનેજમેન્ટ થઈ ચૂક્યુ છે પરંતુ ભાજપ આજે પણ માત્ર કોંગ્રેસને જ દોષ આપી રહી છે.

સચિન પાયલટે વધુમાં કહ્યુ કે ભાજપ કોંગ્રેસને દોષી ગણાવે છે પરંતુ 8 વર્ષમાં કેન્દ્ર સરકારે શું કર્યુ તેનો કોઈ જવાબ આપતુ નથી. તેમણે કહ્યુ કે પાર્ટીનો આગામી રોડમેપ શું હશે તેને લઈને શિબિરમાં ચર્ચા થશે. આ શિબિરના સારા પરિણામ સામે આવશે. તેમણે કહ્યુ કે ચૂંટણી જીતવાથી ભાજપને ક્લીન ચિટ નથી મળી. લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે જ્યારે લકો ઈચ્છે છે કે શાંતિ જળવાઈ રહે. કેન્દ્ર સરકાર સતત દેશની સંપત્તિઓ વેચી રહી છે.

પાયલટે વિજળી સંકટ પર કેન્દ્રને ઘેર્યુ

સચિન પાયલટે કહ્યુ કે દેશમાં વધતા વિજળીના સંકટ પર કેન્દ્ર સરકારને ઘેરીને કહ્યુ કે શું તેમણે આની પહેલેથી તૈયારી નહોતી કરવી જોઈતી. તેમણે કહ્યુ કે આજે આખો દેશ કોંગ્રેસ તરફ મીટ માંડી રહ્યો છે કે અમે આવનારા સમયમાં ભાજપને પડકારીશુ. ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં 13 મેથી 15 મે સુધી યોજાવા જઈ રહેલ કોંગ્રેસની ચિંતન શિબિર માટે પાર્ટીના મોટા નેતાઓએ ત્યાં અડ્ડો જમાવી દીધો છે. શિબિરમાં કોંગ્રેસના દેશભરના મોટા નેતા જોડાશે અને પોતાની આગામી રણનીતિ પર ચર્ચા કરશે.

English summary
Sachin Pilot hits on centre and give big statement before Congress Chintan Shivir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X