Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોંગ્રેસમાંથી હાંકી કઢાયા બાદ સચિન પાયલટે કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યુ

રાજસ્થાનના આખા ઘટનાક્રમ પર સચિન પાયલટે મૌન તોડી ટ્વિટ કર્યુ છે.

કોંગ્રેસે વિદ્રોહી નેતા સચિન પાયલટ પર કાર્યવાહી કરીને તેમને બધા પદો પરથી હટાવી દીધા છે. દિલ્લીથી જયપુર ગયેલા રણદીપ સુરજેવાલાએ પાયલટને હટાવવાનુ એલાન કર્યુ. તેમની જગ્યાએ ઓબીસી નેતા ગોવિંદ સિંહ ડોટાસરાને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ દરમિયાન આખા ઘટનાક્રમ પર સચિન પાયલટે મૌન તોડ્યુ છે. કોંગ્રેસમાંથી બહાર કઢાયા બાદ સચિને ટ્વિટ કરીને લખ્યુ કે, સત્યને પરેશાન કરી શકાય છે પરાજિત નહિ.

સચિન પાયલટે બાયોડેટા કર્યો ચેન્જ

સચિન પાયલટે બાયોડેટા કર્યો ચેન્જ

કોગ્રેસના પદો પરથી હટાવી લેવાયા બાદ સચિન પાયટલે ટ્વિટર પર પોતાનો બાયોડેટા ચેન્જ કરી લીધો છે. હવે તેમણે લખ્યુ - ટોંકના ધારાસભ્ય, પૂર્વ મંત્રી. આ તરફ રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની ઑફિસથી સચિન પાયલટની નેમ પ્લેટ હટાવીને ગોવિંદ સિંહ ડોટાસરાની નેમ પ્લેટ લગાવી દીધી છે. પાયલટની પાર્ટીમાંથી સસ્પેન્શનની ઘોષણા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કરી. સુરજેવાલાએ કહ્યુ કે સચિન પાયલટ અને કોંગ્રેસના અમુક મંત્રી અને ધારાસભ્ય સાથી ભાજપના ષડયંત્રમાં ફસાઈને કોંગ્રેસની સરકાર પાડવાની કોશિશમાં શામેલ થઈ ગયા.

દરવાજા ખુલ્લા છે, પાછા આવો. મતભેદ દૂર કરીશુ

દરવાજા ખુલ્લા છે, પાછા આવો. મતભેદ દૂર કરીશુ

તેમણે કહ્યુ કે છેલ્લા 72 કલાકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ સચિન પાયલટને, સાથી મંત્રીઓનો, ધારાસભ્યોનો સંપર્ક કરવાની કોશિશ કરી. કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટ સાથે ખુદ અડધો ડઝન વાર વાત કરી. કોંગ્રેસ કાર્ય સમિતિના વરિષ્ઠ સભ્યોએ ડઝનેક વાર વાત કરી. અમે અપીલ કરી કે પાયલટ અને બાકી ધારાસભ્યો માટે દરવાજા ખુલ્લા છે, પાછા આવો. મતભેદ દૂર કરીશુ.

સરકારને અસ્થિર કરવાનુ ષડયંત્ર

સરકારને અસ્થિર કરવાનુ ષડયંત્ર

આ તરફ મુખ્યમંત્રી અશોક ગહેલોત રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યો છે. તે રાજ્યપાલને રાજ્યમાં ચાલી રહેલ રાજકીય ઘટનાક્રમથી અવગત કરાવ્યા. રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા બાદ અશોક ગહેલોતે કહ્યુ કે આ ષડયંત્ર છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યુ હતુ. આ બધા પાછળ ભાજપનો હાથ છે. સરકારો પહેલા પણ બદલાઈ છે પરંતુ ત્યારે લોકતંત્ર મજબૂત રહેતુ હતુ. રાજીવ ગાંધી પણ હાર્યા છે. પહેલી વાર ધનબળના આધારે સરકાર પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે લોકતંત્ર માટે ખતરો છે. આ આખા ખેલ પાછળનુ મેનેજમેન્ટ ભાજપના હાથમાં હતુ. ત્યાંથી સરકારને અસ્થિર કરવાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X