For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Sad News: જાણીતા સંતૂર વાદક પંડિત શિવ કુમાર શર્માનુ નિધન

જાણીતા સંતૂર વાદક અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત પંડિત શિવકુમાર શર્માનુ આજે સવારે નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સંગીતની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર છે. જાણીતા સંતૂર વાદક અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત પંડિત શિવકુમાર શર્માનુ આજે સવારે નિધન થઈ ગયુ છે. તેઓ 84 વર્ષના હતા. 13 જાન્યુઆરી, 1938ના રોજ જન્મેલા શિવ કુમાર શર્માએ પોતાના સંગીતથી સંતૂરને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી હતી. તેમના નિધનથી સંગીતની દુનિયામાં શોકની લહેર દોડી ગઈ છે.

જન્મ અને બાળપણ

જન્મ અને બાળપણ

તમને જણાવી દઈએ કે પંડિત શિવકુમાર શર્માનો જન્મ જમ્મુમાં જાણીતા ગાયક ઉમા દત્ત શર્માના ઘેર થયો હતો અને તેમની માતૃભાષા ડોગરી હતી. સંગીતનો માહોલ તેમને બાળપણથી જ મળ્યો હતો. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ શિવ કુમાર શર્માએ તબલા વગાડવાનુ શરુ કરી દીધુ હતુ. શિવકુમાર શર્માએ તેર વર્ષની ઉંમરે સંતૂર વગાડવાનુ શરુ કર્યુ હતુ. વર્ષ 1955માં તેમણે પહેલી વાર સ્ટેજ શો કર્યો હતો.

સંતૂરને એક લોકપ્રિય શાસ્ત્રીય વાદ્ય યંત્ર બનાવ્યુ

સંતૂરને એક લોકપ્રિય શાસ્ત્રીય વાદ્ય યંત્ર બનાવ્યુ

પંડિત શિવ કુમાર શર્માના પત્નીનુ નામ મનોરમા શર્મા છે. આ લગ્નથી શિવ કુમાર શર્માને બે દીકરા છે. તેમનો દીકરો રાહુલ પણ એક સંતૂર વાદક છે. શિવ કુમાર શર્માએ વર્ષ 1996માં પોતાના દીકરા સાથે એક શો કર્યો હતો જે ખૂબ લોકપ્રિય થયો હતો. શિવકુમાર શર્માએ સંતૂરને એક લોકપ્રિય શાસ્ત્રીય વાદ્ય યંત્ર બનાવ્યુ. તેમણે 1956માં શાંતારામની ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજેના એક દ્રશ્ય માટે પહેલી વાર સંતૂરનો ઉપયોગ કર્યો હતો.

ઘણી હિંદી ફિલ્મોમાં આપ્યુ સંગીત

ઘણી હિંદી ફિલ્મોમાં આપ્યુ સંગીત

તેમનુ પહેલુ આલબમ વર્ષ 1960માં આવ્યુ હતુ. પછી વર્ષ 1967માં તેમણે જાણીતા વાંસળી વાદક હરિપ્રસાદ ચૌરસિયા અને ગિટાર વાદક બૃજભૂષણ કાબરા સાથે એક Call of the Valley નામનો આલ્બમ બનાવ્યો હતો. જેણે શાસ્ત્રીય સંગીતને એક નવી ઉંચાઈ આપી હતી. આ આલબમ ઘણો લોકપ્રિય થયો હતો. આ સાથે જ તેમણે ફાસલે, ચાંદની, લમ્હે અને ડર જેવી સુપરહિટ હિંદી ફિલ્મોમાં પણ સંગીત આપ્યુ હતુ.

English summary
Sad News: Padma Vibhushan Pandit Shiv Kumar Sharma Passes Away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X