Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાધુ પર લાગ્યો પ્રેમ પ્રસંગનો આરોપ, કાપ્યું પોતાનું ગુપ્તાંગ

ઉત્તરપ્રદેશનો એક સાધુ પોતાના પર લાગેલા પ્રેમ પ્રસંગના આરોપથી એટલો બધો આઘાતમાં સરી પડ્યો કે તેને કોઈની પણ કલ્પના બહારનું પગલું ભરી લીધું.

ઉત્તરપ્રદેશનો એક સાધુ પોતાના પર લાગેલા પ્રેમ પ્રસંગના આરોપથી એટલો બધો આઘાતમાં સરી પડ્યો કે તેને કોઈની પણ કલ્પના બહારનું પગલું ભરી લીધું. મળતી જાણકારી અનુસાર બાંદા જિલ્લાના કામશિન વિસ્તારમાં એક સ્થાનીય મહિલાએ સાધુ સાથે પ્રેમ પ્રસંગનો આરોપ લગાવ્યો. આરોપથી આહટ સાધુએ પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું. સાધુની હાલત ખુબ જ ગંભીર છે અને તેને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડોક્ટરો ઘ્વારા સાધુના ગુપ્તાંગનું ઓપરેશન કરવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત હજુ પણ નાજુક બની છે.

sadhu

બે લોકો સામે કેસ નોંધાયો

આ મામલે પોલીસે શુક્રવારે 2 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે. ડેપ્યુટી એસપી રાઘવેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાધુની ઓળખ મેદાની બાબા તરીકે થઇ છે. તેઓ અહીં એક આશ્રમમાં છેલ્લા કેટલાક સમયથી રહી રહ્યા હતા. આ આશ્રમ ડંડો રોડ પર બન્યો છે. ડેપ્યુટી એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ સાધુ નવરાત્રીમાં 9 દિવસનું વ્રત કરી રહ્યો હતો પરંતુ તેના પર લાગેલા પ્રેમ પ્રસંગના આરોપ પછી તે આઘાતમાં સરી પડ્યો. ગામના જ કેટલાક લોકોએ મહિલા સાથે મળીને સાધુ પર પ્રેમ પ્રસંગનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: મળો 'અઘોરી' બાબાઓને, જે પીવે છે લોહી, અને ખાય છે માનવ માંસ

લોકોએ ધમકી આપી હતી

ડેપ્યુટી એસપી રાઘવેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્થાનીય લોકોએ સાધુને ધમકી આપી હતી કે તેઓ આશ્રમ ખાલી કરીને પોતાનો સામાન લઇ બીજી જગ્યા પર ચાલ્યો જાય. પોલીસે જણાવ્યું કે તેમને આ મામલે બે લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી લીધી છે. આ મામલો ત્યારે સામે આવ્યો જયારે ગામ લોકોએ જોયું કે સાધુ આશ્રમમાં લોહીથી લથપથ બેભાન પડ્યો છે ત્યારપછી તેમને પોલીસને જાણકારી આપી. જગ્યા પર પહોંચેલી પોલીસે સાધુને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યો.

હાલત ગંભીર

ડોક્ટર ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાધુની હાલત ખુબ જ ગંભીર છે. સાધુએ એક રેઝર ઘ્વારા પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું છે. તેનું ગુપ્તાંગ 80-90 ટકા જેટલું કપાઈ ગયું છે. હોસ્પિટલમાં ડોક્ટરોએ સાધુનો ઉપચાર કર્યો છે. ગામ લોકોએ પોલીસને જણાવ્યું કે સાધુએ જાન્યુઆરી મહિનામાં મંદિરમાં પોતાની જીભ કાપવાની પણ કોશિશ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X