For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાથૂરામ ગોડસેને ‘દેશભક્ત' કહેવા પર પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ સમિતિમાંથી હટાવાયા

માલેગાંવ બ્લાસ્ટના આરોપી અને ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી હટાવી લેવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

માલેગાંવ બ્લાસ્ટના આરોપી અને ભોપાલના ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુરને સંરક્ષણ મંત્રાલયની સમિતિમાંથી હટાવી લેવામાં આવ્યા છે. તેમના પર આ નિર્ણય નાથૂરામ ગોડસેને દેશભક્ત કહેવા સંદર્ભે લેવામાં આવ્યો છે. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રજ્ઞા ઠાકુરના નિવેદનની નિંદા કરી છે અને કહ્યુ છે કે ભાજપ ક્યારેય પણ આ પ્રકારના નિવેદન કે વિચારધારાનુ સમર્થન નથી કરતુ.

Pragya Thakur

તમને જણાવી દઈએ કે સંરક્ષણ મંત્રાલયની આ સમિતિમાં કુલ 21 સભ્યો છે જેમાંથી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનુ પણ નામ હતુ. આ સમિતિમાં ચેરમેન રાજનાથ સિંહ ઉપરાંત ફારુક અબ્દુલ્લા, એ રાજા, સુપ્રિયા સુલે, મીનાક્ષી લેખી, રાકેશ સિંહ, શરદ પવાર, જેપી નડ્ડા જેવા ગણમાન્ય લોકો પણ શામેલ છે.

શું હતુ પ્રજ્ઞા ઠાકુરનુ નિવેદન

પ્રજ્ઞા ઠાકુરે બુધવારે લોકસભામા ચર્ચા દરમિયાન મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આના પર વિપક્ષે જ્યારે હોબાળો કર્યો તો પ્રજ્ઞા ઠાકુરે તેમને ટોકીને કહ્યુ કે તમે એક 'દેશભક્ત'નુ ઉદાહરણ ના આપી શકો. આ ઉપરાંત પ્રજ્ઞા ઠાકુરે લોકસભામાં કહ્યુ, એન્ડરસન (1984માં થયેલ ભોપાલ ગેસ કાંડ દરમિયાન યુનિયન કાર્બાઈડ કોર્પોરેશનના ચેરમેન-સીઈઓ) એક આતંકવાદી તરીકે આવ્યા હતા. એક વિધેશી આવ્યા. તેમણે હજારો લોકોને મારી દીધા. આજ સુધી ઘણા લોકો તેના પ્રભાવથી ઝઝૂમી રહ્યા છે. કોંગ્રેસે તેને ભાગવામાં મદદ કરી. આ આતંકવાદ છે.

આ પણ વાંચોઃ મહિલાનો વિશ્વાસ જીતીને ડ્રાઈવરે બનાવ્યો ન્હાતો અશ્લીલ વીડિયો અને પછી...આ પણ વાંચોઃ મહિલાનો વિશ્વાસ જીતીને ડ્રાઈવરે બનાવ્યો ન્હાતો અશ્લીલ વીડિયો અને પછી...

English summary
Sadhvi Pragya Thakur removed from Defence Committee the Day After Calling Nathuram Godse ‘Deshbhakt'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X