સાક્ષી અને અજિતેશ જલ્દી પાછી આવી શકે છે બરેલી, આ છે કારણ

બરેલીથી ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષીએ અજિતેશ નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. જલ્દી સાક્ષી અને અજિતેશ બરેલી પહોંચી શકે છે.

બરેલીથી ભાજપના ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષીએ અજિતેશ નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ મામલે આ બંનેનો વીડિયો સામે આવ્યા બાદ ઘણો હોબાળો થયો હતો. સુરક્ષા માટે સાક્ષીએ અલાહાબાદ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે બંનેના લગ્નને કાયદેસર માનીને બે મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. વળી, સમાચાર આવી રહ્યા છે કે જલ્દી સાક્ષી અને અજિતેશ બરેલી પહોંચી શકે છે.

સાક્ષી અને અજિતેશ જલ્દી પાછા આવી શકે છે બરેલી

સાક્ષી અને અજિતેશ જલ્દી પાછા આવી શકે છે બરેલી

સૂત્રો મુજબ સાક્ષી અને અજિતેશ કોઈ પણ દિવસે બરેલી પહોંચીને લગ્નનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ તેના બે મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. જો આવુ નહિ કરે તો પછી હાઈકોર્ટનો આદેશ નિષ્પ્રભાવી થઈ જશે. અજિતેશના ઘરે પોલિસ તૈનાત કરવામાં આવી છે.

અજિતેશના પરિવારવાળા પાછા આવ્યા

અજિતેશના પરિવારવાળા પાછા આવ્યા

અજિતેશના પરિવારવાળા પાછા પોતાના ઘરે આવી ચૂક્યા છે. જો કે પરિવારવાળા સાથે સાક્ષી જોવા મળી નહોતી. જણાવવાં આવી રહ્યુ છે કે અજિતેશના દાદા-દાદી અને બહેન કારથી પહોંચ્યા અને આસપાસના લોકોને કંઈ કહ્યા વિના ઘરની અંદર જતા રહ્યા. ત્યાં હાજર મીડિયાકર્મીઓએ ઘરની અંદર જઈને તેમન સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ તેમણે ઈનકાર કરી દીધો. સમાચારો મુજબ અજિતેશ, સાક્ષી અને અજિતેશના પિતા હરીશ હજુ બરેલી પહોંચ્યા નથી. પરંતુ ઘરવાળા પાછા આવ્યા બાદ માનવામાં આવી રહ્યુ છે તે જલ્દી પાછા આવશે.

બંનેને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા

બંનેને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા

વાસ્તવમાં સાક્ષી મિશ્રા અને તેમના પતિ અજિતેશ પોતાની અરજી પર સુનાવણી દરમિયાન અલાહાબાદ હાઈકોર્ટમાં હાજર થવા પહોંચ્યા હતા પરંતુ આ દરમિયાન કોર્ટ પરિસરમાં હાજર લોકોએ અજિતેશની પિટાઈ કરી દીધી હતી. આના કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને બાદમાં બંનેને સુરક્ષા વચ્ચે સુરક્ષિત સ્થળે લઈ જવાના નિર્દેશ આપ્યા હતા. સુરક્ષા કારણોસર આ સ્થળની માહિતી સાવર્જનિક કરવામાં આવી નહોતી.

સાક્ષીના પિતાએ લગાવ્યો છે ષડયંત્રનો આરોપ

સાક્ષીના પિતાએ લગાવ્યો છે ષડયંત્રનો આરોપ

બીજી તરફ સાક્ષીના પિતા અને ભાજપ ધારાસભ્ય દીકરીના પ્રેમલગ્નથી ઘણા વ્યથિત છે. ઘણા દિવસો બાદ ગુરુવારે અમુક લોકો સાથે વાત કરનાર રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલે કહ્યુ હવે ઘરમાંથી બહાર નીકળવાનુ મન નથી થતુ. ઘણા દિવસો સુધી આ મુદ્દે ચૂપ રહેનાર રાજેશ મિશ્રાએ આ મામલે રાજકીય વિરોધીઓ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ હતુ કે અમુક નેતાઓ અને અધિકારીઓની લૉબીએ તેમની છબી ખરાબ કરવાની કોશિશ કરી અને આ બધા કામ તેમનુ રાજકીય કેરિયર ખતમ કરવા માટે કરવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X