સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેના ફોટા પર લખ્યુ, ‘અજિતેશની શેરની છુ'
ક્યારેક પોતાના ધારાસભ્ય પિતા રાજેશ મિશ્રાને પોતાના આદર્શ અને હીરો ગણાવનાર સાક્ષીના તેવર લગ્ન બાદ બદલાઈ ગયા છે.
ક્યારેક પોતાના ધારાસભ્ય પિતા રાજેશ મિશ્રાને પોતાના આદર્શ અને હીરો ગણાવનાર સાક્ષીના તેવર લગ્ન બાદ બદલાઈ ગયા છે. અજિતેશ સાથે લગ્ન કર્યા બાદ સાક્ષી મિશ્રાએ એક વીડિયો જાહેર કરીને પિતા અને પરિવારવાળાથી પોતાના જીવને જોખમ ગણાવ્યુ હતુ. ત્યારબાદ ઘણા દિવસો સુધી આ કેસ છવાયેલો રહ્યો. હાલમાં સાક્ષી મિશ્રા સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળી રહી છે. સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનુ નવુ અકાઉન્ટ બનાવ્યુ છે.

સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર પતિ સાથેનો ફોટો મૂક્યો
seenuabhi09 નામથી ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીએ પોતાના પતિ સાથે ડીપી મૂકી છે અને પોતાને અજિતેશની શેરની ગણાવી છે. વળી, ફેસબુક પર પોતાને મનમરજી ક્વીન અને રાજેશ મિશ્રાની દીકરી ગણાવી છે. શીનુ મિશ્રા નામથી બનાવવામાં આવેલ આ ફેસબુકપેજ પર પરિવાર સાથે જૂનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે મંગળવારે સાક્ષીએ રક્ષાબંધન વિશે એક પોસ્ટ લખી છે.

ફેસબુક પર ભાઈ માટે લખી પોસ્ટ
આ પોસ્ટમાં સાક્ષીએ લખ્યુ છે કે, ‘ભાઈ ક્યારેય આઈ લવ યુ નથી બોલતા, ક્યારેય પ્રેમથી વાત નથી કરતા પરંતુ સત્ય તો એ છે કે આખી દુનિયામા સૌથી વધારે પ્રેમ માત્ર ભાઈ જ કરે છે.' સાક્ષીએ પોતાના પરિવાર સાથે અમુક જૂના ફોટા પણ પોસ્ટ કર્યા અને બધા પર ઈમોશનલ મેસેજ લખ્યા છે. વાસ્તવમાં સાક્ષીના ઘર છોડીને ભાગી જવા અને લગ્ન કરી લીધા બાદ પિતા તેમજ ભાજપ અધ્યક્ષ રાજેશ મિશ્રાએ પોતાના વિરોધીએ પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો.

પિતાએ ગણાવ્યુ હતુ વિરોધીઓનુ ષડયંત્ર
રાજેશ મિશ્રા ઉર્ફે પપ્પુ ભરતૌલે કહ્યુ હતુ કે હવે ઘરમાંથી બહાર નીકળવાનુ મન જ નથી કરતુ. ઘણા દિવસો સુધી આ મુદ્દે ચૂપ રહેનાર રાજેશ મિશ્રાએ આ મુદ્દે રાજકીય વિરોધીઓ પર ષડયંત્રનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ હતુ કે અમુક નેતાઓ અને અધિકારીઓની લૉબીએ તેમની છબી ખરાબ કરવાની કોશિશ કરી અને આ બધા કામ તેમનુ રાજકીય કેરિયર ખતમ કરવા માટે કરવામાં આવ્યા.

સાક્ષીએ કર્યા છે અજિતેશ સાથે લગ્ન
બરેલીના ભાજપ ધારાસભ્ય રાજેશ મિશ્રાની દીકરી સાક્ષીએ અજિતેશ કુમાર નામના યુવક સાથે લગ્ન કર્યા છે. બંનેએ થોડા દિવસો પહેલા જ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા અને પોતાના જીવને જોખમ ગણાવીને ધારાસભ્ય રાજેશ મિશ્રા પર ઘણા આરોપ લગાવી દીધા હતા. આ મુદ્દો સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો તો મીડિયાએ પણ આને ખૂબ ચગાવ્યો.












Click it and Unblock the Notifications
