કાળિયાર શિકાર કેસઃ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં સલમાન ખાન મુક્ત
ફિલ્મ અભિનેતા સલમાન ખાનને 1998ના કાળિયાર શિકાર કેસ દરમિયાન પોતાના હથિયારનું લાયસન્સ ગુમ થઈ ગયાનુ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં અદાલતે મુક્ત કરી દીધા છે.
ફિલ્મ અભિનેતા સલમાન ખાનને 1998ના કાળિયાર શિકાર કેસ દરમિયાન પોતાના હથિયારનું લાયસન્સ ગુમ થઈ ગયાનુ ખોટુ એફિડેવિટ આપવાના કેસમાં અદાલતે મુક્ત કરી દીધા છે. સલમાન ખાનના વકીલે કોર્ટમાં કહ્યુ હતુ કે સલમાન ખાનનું કોઈ પણ રીતનું એ મંતવ્ય નહોતુ કે તે ખોટુ એફિડેવિટ આપે. માટે તેમના વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી કરવી ન્યાયોચિત નથી અને તેમની સામે કેસ ચલાવવામાં ન આવે. આજે (17 જૂન) જોધપુર કોર્ટે સલમાનને આ કેસમાં મુક્ત કરી દીધા છે.

1998માં જોધપુરમાં સલમાન ખાન સામે કાળા હરણ શિકાર અને આર્મ્સ એક્ટો એક કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો. આર્મ્સ એક્ટમાં તેમને ગયા વર્ષે જ મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન સલમાને પોતાનુ લાયસન્સ જમા કરાવવાનું હતુ પરંતુ સલમાન તરફથી એફિડેવિટ આપીને જણાવવામાં આવ્યુ કે તેમનુ લાયસન્સ ખોવાઈ ગયુ છે. જ્યારે જણાવવામાં આવ્યુ કે લાયસન્સ રિન્યુ કરાવવા માટે આપેલી હતુ.
વકીલે આ એફિડેવિટને ખોટુ ગણાવીને કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવીને દંડ પ્રક્રિયા સંહિતા 340 હેઠળ કાર્યવાહી કરવાનો અરજી 2006માં રજૂ કરી હતી. જેના પર સુનાવણી ગયા મંગળવારે પૂરી થઈ ત્યારબાદ આજે અદાલતે કહ્યુ કે અભિનેતા પર આના માટે કોઈ કાર્યવાહી નહિ થાય. 1998માં ફિલ્મ હમ સાથ સાથ હેના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને તેમના સાથી કલાકારો પર કાળા હરણ શિકારનો કેસ ફાઈલ થયો હતો. આ કેસમાં કોર્ટે સલમાનને દોષિત ગણીને સજા સંભળાવી છે અને તે જામીન પર બહાર છે. વળી, આની સાથે જોડાયેલા બે કેસ હાઈકોર્ટમાં ચાલી રહ્યા છે.












Click it and Unblock the Notifications
