'સલમાન ખાને મને નથી બનાવી', મલાઈકાએ આપ્યો આવો જવાબ
બોલિવૂડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરાએ શનિવારના રોજ તેનો 48મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે તેને ખૂબ જ રોમેન્ટિક પોસ્ટની શુભેચ્છા પાઠવી હતી.
મુંબઈ : બોલિવૂડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા અરોરાએ શનિવારના રોજ તેનો 48મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરે તેને ખૂબ જ રોમેન્ટિક પોસ્ટની શુભેચ્છા પાઠવી હતી. તેની ફિટનેસથી લઈને તેના દેખાવ સુધી મલાઈકા દરેક વસ્તુ દ્વારા તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે.
આવી સ્થિતિમાં એક વખત તેણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેને સલમાન ખાને નથી બનાવી, તેણે પોતાના વિશે કહ્યું હતું કે, તે એક સેલ્ફ મેડ વુમન છે. જાણો શું હતી સમગ્ર ઘટના...

લગ્નના 19 વર્ષ બાદ છૂટાછેડા લીધા
મલાઈકા અરોરાએ સલમાનના મોટા ભાઈ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા, તેમના લગ્ન લગભગ 19 વર્ષ સુધી ચાલ્યા હતા, ત્યારબાદ બંનેએ અલગ થવાનોનિર્ણય કર્યો અને છૂટાછેડા લઈ લીધા હતા.
અરબાઝ અને મલાઈકાને એક પુત્ર અરહાન ખાન છે, જે 18 વર્ષનો છે. એકવાર મલાઈકા અરોરાએ પોતાના નામ સાથેજોડાયેલ 'આઈટમ ગર્લ'ના ટેગ પર ખુલીને વાત કરી હતી.
મલાઇકાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે ઇન્ડસ્ટ્રીમાં પોતે જ બનેલી છે. તેને સલમાન ખાને બનાવ્યો નથી.

'મને સલમાને નથી બનાવી, હું સેલ્ફ મેડ છું'
વર્ષ 2008 માં હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેના એક ઈન્ટરવ્યુમાં મલાઈકા અરોરાએ રાખી સાવંતની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી, જેમાં કથિત રીતે કહ્યું હતું કે,મલાઈકાને 'આઈટમ ગર્લ' કહેવામાં આવતી નથી. કારણ કે, તે સલમાન ખાનની ભાભી છે.
આ નિવેદન પર મલાઈકાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, તો પછી હું સલમાનનીદરેક ફિલ્મમાં અને તેના દરેક સ્પેશિયલ અપીયરન્સ ગીતમાં હોઉં. તેણે મને નથી બનાવી, હું સેલ્ફ મેડ વુમન છું.

મલાઈકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે
ઉલ્લેખનીય છે કે, મલાઈકાએ ખૂબ જ નાની ઉંમરમાં મોડલિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. એક રિપોર્ટ અનુસાર તેની વાર્ષિક કમાણી 100 કરોડનીઆસપાસ છે.
તે એક ફિલ્મના એક ગીત માટે લગભગ 1.75 કરોડ રૂપિયા લે છે. આ સિવાય તે રિયાલિટી શો અને એડ શૂટમાં જજ બનવા માટે પણ તગડી રકમ લે છે.
મલાઈકા અરોરા હાલમાં અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.

અર્જુન કપૂરે શેર કર્યો ફોટો
બીજી તરફ મલાઈકાના જન્મદિવસ પર અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક ફોટો શેર કરતા ખૂબ જ ક્યૂટ મેસેજ લખ્યો હતો. ફોટોમાં જોઈ શકાય છે કે, મલાઈકાઅર્જુનના કપાળ પર કિસ કરતી જોવા મળી રહી છે.
ફોટોના કેપ્શનમાં અભિનેતાએ લખ્યું કે, આ દિવસે કે અન્ય કોઈ દિવસે, હું તમને માત્ર એક સ્મિત આપવા માંગુ છું.આ વર્ષે તમે સૌથી વધુ હશો.












Click it and Unblock the Notifications
