સલમાન ખુર્શીદે સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની ઊડાવી મજાક
નવી દિલ્હી, 13 માર્ચ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ એક વાર ફરી નવા વિવાદમાં ફસતા દેખાઇ રહ્યા છે. આ વખતે તેમની પર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચની મજાક ઉડાવવાનો આરોપ છે. ખુર્શીદે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા રજૂ કરવામાં આવેલા નિર્દેશો એવા હોય છે કે જેનું પાલન કરે તો પાર્ટીને ચોક્કસ હાર મળે. કારણ કે જીતવાનો તો સવાલ જ પેદા નથી થતો. આ ખબર એક અંગ્રેજી વેબસાઇટ પર રજૂ કરવામાં આવી છે.
સમાચાર અનુસાર લંડનમાં એક કાર્યક્રમમાં બોલતા સલમાન ખુર્શીદે જણાવ્યું કે માત્ર ત્રણ છે તે (ચૂંટણી પંચ) અને તેઓ એ કરે છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન કયા શબ્દનો ઉપયોગ કરશો અને કયા શબ્દનો ઉપયોગ નહીં. એવામાં લાગે છે કે માનો તેઓ એવું કહી રહ્યા હોય કે આપ કંઇપણ એવું ના વોલો અથવા કંઇપણ એવું ના કરો જેનાથી ચૂંટણી જીતી શકો. આપના પ્રયત્નો ચૂંટણી હારવાના જ હોવા જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખુર્શીદે આ પહેલા નરેન્દ્ર મોદી પર જાતિય ટિપ્પણી કરીને વિવાદ જગાવ્યો હતો. ખુર્શીદે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના રમખાણો રોકવામાં અસક્ષમ રહ્યા છે માટે તેમને નપુંસક કહેવા જ યોગ્ય છે. જોકે ખુર્શીદની આ ટિપ્પણી પર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.












Click it and Unblock the Notifications
