For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીનિયર કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે આયુષ્યમાન ભારત યોજનાના કર્યા વખાણ

લખનઉમાં નાણાં પંચની બેઠકમાં સીનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે NDA સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વખાણ કર્યા હતા. મંગળવારે ખુર્શીદે જણાવ્યું કે આ એક સારી યોજના છે.

|
Google Oneindia Gujarati News

લખનઉમાં નાણાં પંચની બેઠકમાં સીનિયર કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી સલમાન ખુર્શીદે NDA સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વખાણ કર્યા હતા. મંગળવારે ખુર્શીદે જણાવ્યું કે આ એક સારી યોજના છે. આ યોજનાથી ઘણા સામાન્ય લોકોને ફાયદો થઇ રહ્યો છે. બધી પાર્ટીઓએ આ યોજના માટે સહયોગ કરવો જોઇએ.

Salman Khurshid

સલમાન ખુર્શીદે આયુષ્યમાન યોજનાને લઇને જણાવ્યું હતું કે ગરીબોની સાથે સાથે મિડલ ક્લાસના લોકો માટે પણ આ યોજના લાભકારી છે. જેથી સર્વેએ આ યોજનાનું સમર્થન કરવું જોઇએ. વધુમાં તેમણે કહ્યું કે આયુષ્યમાન ભારત યોજનાને હજી સારી રીતે લાગુ કરવામાં આવી નથી. આમાં એટલા પૈસા ખર્ચવામાં આવ્યા નથી જેટલા ફાળવવામાં આવ્યા હતા.

મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજનાના વખાણ કરનાર સલમાન ખુર્શીદ કેટલીયેવાર સરકારની આલોચના પણ કરી ચુક્યા છે. સલમાન ખુર્શીદે થોડા સમય પહેલા કહ્યું હતું કે જે રીતે દેશ ચાલી રહ્યો છે તેને લઇને કોંગ્રેસ બહું ચિંતિત છે. મારૂ માનવું છેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સારૂ કામ કર્યું, તે શોધવુ એટલું જ મુશ્કેલ છે જેટલું ઘાસમાં પડેલી સોયને શોધવી છે.

સલમાન ખુર્શીદ પોતાની પાર્ટીના મતભેદો પર ખુલીને વાત કરતા હોય છે. થોડા સમય પહેલા તેમણે ફેસબુક પર ઓપન લેટર લખીને રાહુલ ગાંધીને ફરીથી કકોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની વાત કરી હતી. સલમાન ખુર્શીદે કહ્યું કે રાહુલ ગાંધીને એકવાર ફરી પાર્ટીની કમાન સંભાળવી જોઇએ. કોંગ્રેસે ભાજપા બનવું જોઇએ નહી અને પોતાનો અલગ નજરીયો અને સોચ કોઇનાથી ડર રાખ્યા વગર લોકો સમક્ષ રજુ કરવી જોઇએ.

આ પણ વાંચો: સુસાઇડ બોમ્બર બની પાકિસ્તાની સિંગરે પીએમ મોદીને ધમકી આપી

English summary
Salman Khurshid praised the Ayushman Bharat Yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X